મોબાઇલમાં અત્યાર સુધીનો સૌથી મોટો સેલ: અડધાથી પણ ઓછી કિંમતે મળી રહ્યા છે આ iPhone
13-17 નવેમ્બર સુધી Apple days saleનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક એપ્પલ પ્રોડક્ટ ખુબ જ સસ્તા દરે અને સરળ હપ્તે મળશે
નવી દિલ્હી : એમેઝોન ઇન્ડિયાના ઇ કોમર્સ પ્લેટફોર્મ પર Apple ડેઝ સેલ 13 નવેમ્બરથી 17 નવેમ્બર વચ્ચે ચાલશે. તેમાં ડિસ્કાઉન્ટ અને ઓફર્સની સાથે સાથે એપ્પલનાં કેટલાક લોકપ્રિય પ્રોડક્ટ્સ પણ મળશે. iPhone XR ન માત્ર પોતાની અત્યાર સુધીની કિંમતે મળશે પરંતુ એપ્પલ પણ એમેઝોન ઇન્ડિયા પર લોન્ચ કરાયેલ Air Pods pro નું વેચાણ કરશે. આ ઉપરાંત તમે MacBook Air અને એપ્પલ વોચ જેવી પ્રોડક્ટને ઓફર સાથે મેળવી શકો છો.
ગુજરાતના કરોડો વાહનચાલકો માટે લેવાયા 3 મોટા અને મહત્વના નિર્ણયો
iPhone XR હાલ 42,900 રૂપિયામાં વેચાઇ રહ્યો છે, જે ગત્ત વર્ષે 76900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. iPhone XR માં એક LCD ડિસપ્લે અને એક સુપર ફાસ્ટ A12 બાયોનિક ચિપસેટ પણ છે. તેમાં 12 મેગા પિક્સલનો રિયર કેમેરો અને લાંબો સમય ચાલે તેવી બેટરી પણ મળે છે. IPhone XR સરળતાથી મોટા ભાગે Apple ના સર્વશ્રેષ્ઠ iphones માંથી એક તરીકે રેંક કરે છે અને નવા iPhone 11 સમાન છે.
બાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...
આ ઉપરાંત iPhone 11 એમેઝોન પર 64900 રૂપિયામાં મળી રહ્યો છે. તેમાં કોઇ જ ડિસ્કાઉન્ટ નથી મળી રહ્યું. જો કે આઇફોન -11 એમેઝોન પરથી ખરીદનારા ગ્રાહક HDFC cradit card અને dabit card દ્વારા ખરીદવા અથવા ઇએમઆઇ કરે તો 6 હજાર રૂપિયાની તત્કાલ છુટ મળશે. આ ઉપરાંત No cost EMI ની સુવિધા પણ મેળવી શકે છે. 500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળવા પાત્ર છે.
ગુજરાત સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી
બીજી તરફ MacBook મોડલ પર Apple પણ આપવામાં આવી રહી છે. જે 94,990 રૂપિયાથી ચાલુ થાય છે. સાથે જ આઇપેડ મોડલ જેમાં આઇપૈડ એર, આઇપેડ 10.2 અને આઇપેડ પ્રો અંગે પણ ઓફર ચલાવી રહ્યા છે. Apple Watch Series 5 ની એમેઝોન પર 40,990 રૂપિયાની કિંમત શરૂઆતી છે. આ ઉપરાંત AirPods Pro ને 24,900 રૂપિયામાંલોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં એક્ટિવ નોઇસ કેન્સલેશન, સારી સાઉન્ડ ક્વોલિટી અને વોટર રેસિસ્ટેન્સની સુવિધા છે. બીજી તરફ રેગ્યુલર એર પોડ્સ ચાર્જિંગ કેસમાં સાથે જ Apple ડેઝ સેલ દરમિયાન 13,900 રૂપિયામાં મળી રહ્યું છે.