iPhone વાપરનારા ખાસ વાંચો અહેવાલ, ખોટી માહિતી બદલ Apple પર લાગ્યો અધધધ...દંડ
જો તમારી પાસે આઈફોન હોય તો એકવાર જરૂર આ અહેવાલ વાંચો. જે iPhone ના દમ પર તમે સ્ટાઈલિસ્ટ બનો છો તેનું એક પણ ફીચર સાચુ નથી. ખરીદારોને ભ્રમિત કરનારા ફીચરના કરાણે Apple પર 12 મિલિયન ડોલરનો દંડ લાગ્યો છે.
નવી દિલ્હી: જો તમારી પાસે આઈફોન હોય તો એકવાર જરૂર આ અહેવાલ વાંચો. જે iPhone ના દમ પર તમે સ્ટાઈલિસ્ટ બનો છો તેનું એક પણ ફીચર સાચુ નથી. ખરીદારોને ભ્રમિત કરનારા ફીચરના કરાણે Apple પર 12 મિલિયન ડોલરનો દંડ લાગ્યો છે.
iPhone વોટર રેસિસ્ટન્ટ નથી હોતા
બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ મુજબ Apple એવો દાવો કરે છે કે iPhone વોટર રેસિસ્ટન્ટ(water resistance) હોય છે. કંપનીએ iPhone 8 થી લઈને iPhone 11 સુધીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ હેન્ડસેટ વોટર રેસિસ્ટન્ટ(water resistance) છે. ઈટાલીના કોમ્પિટીશન રેગ્યુલેટરે એપલના આ દાવાને ખોટો જાણ્યો છે. ગ્રાહકોને ભ્રમિત કરનારા આ દાવા માટે એપલ પર 10 મિલિયન યૂરો (લગભગ 12 મિલિયન ડોલર) નો દંડ ફટકારવામાં આવ્યો છે.
શું છે Water resistant iPhone નું સત્ય
હકીકતમાં ઈટાલીમાં થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે iPhone ફક્ત કંપનીના માનકોના આધાર પર જ વોટર રેસિસ્ટન્ટ(water resistance) છે. એપલનો દાવો છે કે iPhone 1-4 મીટર ઊંડા પાણીમાં વોટર રેસિસ્ટન્ટ છે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે આઈફોન ફક્ત કંટ્રોલ્ડ કંડિશન હેઠળ અટકેલા અને ચોખ્ખા પાણીમાં જ વોટર રેસિસ્ટન્ટ રહે છે. જ્યારે વહેતા પાણીમાં આઈફોન વોટર રેસિસ્ટન્ટ રહી શકતા નથી.
આ ઉપરાંત તપાસમાં એ પણ જાણવા મળ્યું ચે કે જો આઈફોન કોઈ લિક્વિડ કે મિક્સ પાણીમાં પડી જાય તો વોટર રેસિસ્ટન્ટ રહી શકતો નથી. આ સાથે જ આઈફોન જો પાણીમાં પડી પણ જાય તો તેને રિપેર કરવો મુશ્કેલ બને છે. બિઝનેસ ઈનસાઈડર દ્વારા આ દંડ અંગે પૂછવામાં આવતા એપલે કોઈ પણ કોમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube