નવી દિલ્હી: ગેઝેટપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે દિવસ આવી ગયો. Appleએ પોતાનો નવો સ્માર્ટફોન  iPhone 12  લોન્ચ કરી દીધો છે. કંપનીએ મંગળવારે કેલિફોર્નિયામાં પોતાના હેડક્વાર્ટર ખાતે એક ઈવેન્ટ દરમિયાન  iPhone 12 સિરીઝના ચાર ફોન  iPhone 12, iPhone 12 Mini, iPhone 12 Pro અને iPhone 12 Pro Max લોન્ચ કર્યા. આ સાથે જ કંપનીના CEO ટિમ કૂકે હોમ પોડ મિની સ્માર્ટ સ્પીકર પણ લોન્ચ કર્યું. અત્રે જણાવવાનું કે કોરોના મહામારીના કારણે iPhone 12 નું લોન્ચિંગ એક મહિનો ટાળવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 3,232 રૂપિયામાં સ્માર્ટ ટીવી, જાણો ધમાકેદાર ઓફરની વિગત


iPhone 12ના ફીચર્સ
લોન્ચિંગ દરમિયાન ટિમ કૂકે iPhone 12ને અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ સ્માર્ટફોન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે iPhone 12ની સાથે 5Gનો સપોર્ટ મળશે. કંપનીનો દાવો છે કે iPhone 12ની 5જીની સ્પીડ 4GBPS હશે. આ હેન્ડસેટ છ કલરના વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે.  iPhone 12 વાયરલેસ ચાર્જિંગ અને ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવશે. તેમાં બીજું સીમ ઈ-સીમ હશે. 


કોડકના ટીવી પર દમદાર ઓફર, 6 હજારથી ઓછી કિંમતમાં ખરીદવાની તક


કેમેરાની વાત કરીએ તો  iPhone 12ના કેમેરામાં અલ્ટ્રા વાઈડ મોડ, નાઈડ મોટ જેવા ફીચર્સ મળશે.  iPhone 12ના તમામ મોડલ નાઈટ મોડ અને ટાઈમ લેપ્સ ફીચરથી લેસ હશે.  iPhone 12માં એલ્યુમિનિયમ ફ્રેમ ફ્લેટ એજ અપાયા છે. તેની ડિઝાઈન  iPhone 11ની સરખામણીએ ખુબ સ્લીમ છે. 


દુનિયાનો સૌથી સ્લિમ ફોન!
કંપનીનો દાવો છે કે  iPhone 12 મીની દુનિયાનો સૌથી પાતળો અને સૌથી નાનો 5G ફોન છે. તેમાં 5.4 ઈન્ચનું ડિસ્પ્લે છે. અત્રે જણાવવાનું કે  iPhone 12ના તમામ ફીચર્સ  iPhone 12 Miniમાં હશે. 


iPhone 12 Pro અને  iPhone 12 Max 
iPhone 12 Pro માં 6.5 ઈન્ચનો ડિસ્પ્લે હશે. તેનું બોડી સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસનું હશે. તેમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેને IP 68 રેટિંગ મળ્યા છે. એટલે કે આ ફોન છ મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી રહી શકે છે. એપલે આ ઈવેન્ટમાં iPhone 12 Max પણ લોન્ચ કર્યો. તે 6.7 ઈંચ ડિસ્પ્લે સાથે આવશે. પહેલીવાર એવું બનશે કે નવા આઈફોનમાં હેડફોન અને ચાર્જર નહીં હોય. એપલના જણાવ્યાં મુજબ પર્યાવરણને તેની અસર ઓછી થાય તે માટે આવું કરાયું છે. 


iPhone 12 સિરીઝના ભાવ


iPhone 12 Mini: 
69,900 (64 GB) 74,900 (128 GB), 84,900 (256 GB)


iPhone 12
79,900 (64 GB), 84,900 (128 GB), 94,900 (256 GB) 


iPhone 12 Pro
1,19,900 (128 GB), 1,29,900 (256 અને 512 GB)


iPhone Pro Max
1,29,000 (129 GB), 1,59,900 (512 GB)


એપલ આઈફોન 64, 128, 256 જીબી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ રહેશે. જેમ જેમ સ્ટોરેજ વધે તેમ તેમ કિંમત વધતી જાય છે. 64 જીબી સ્ટોરેજવાળા આઈફોન 12 Miniની કિંમત ભારતમાં 69,900 રૂપિયા છે. જ્યારે 512 જીબીવાળા આઈફોન Maxનો ભાવ 1,59,900 રૂપિયા હશે. આઈફોન 12 Mini 5જી ટેક્નોલોજીવાળો દુનિયાનો સૌથી નાનો ફોન છે. 


રફ ડાયમંડ બિઝનેસમાં વચેટિયા સિસ્ટમ હટાવવા ત્રણ સુરતી યુવાનોએ બનાવી એપ


ક્યારથી શરૂ થશે પ્રી ઓર્ડર
આઈફોન 12 Miniનો પ્રી ઓર્ડર 6 નવેમ્બરથી શરૂ થશે અને 13 નવેમ્બરથી ફોન ઉપલબ્ધ થશે. આઇફોન 12 અને આઇફોન 12 Proનો પ્રી ઓર્ડર 16 ઓક્ટોબરથી શરૂ થશે અને 23 ઓક્ટોબરથી મળવાના શરૂ થશે. જ્યારે આઈફોન 12 Pro Maxનો પ્રીઓર્ડર 13 નવેમ્બરથી શરૂ થશે અને 20 નવેમ્બરથી વેચાણ શરૂ થશે. જો કે ભારતમાં આ ફોન ક્યારથી મળશે તેની જાણકારી નથી. 


હોમ પોડ મિનીના ફીચર્સ
હોમ પોડ મિનીનું બોડી ફેબ્રિકનું છે. કંપનીનું કહેવું છે કે સ્પીકરની પાસે iPhone લઈ જતા જ તે કનેક્ટ થઈ જશે. તેમા સીરીનો પણ સપોર્ટ મળશે. હોમ પોડની કિંમત એપલ ઈન્ડિયાની સાઈટ પર 9900 રૂપિયા જણાવવામાં આવી છે. તેનું વેચાણ 5 નવેમ્બરથી શરૂ થશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube