માત્ર 3,232 રૂપિયામાં સ્માર્ટ ટીવી, જાણો ધમાકેદાર ઓફરની વિગત

જો તમારૂ બજેટ ખુબ ઓછુ છે પરંતુ તમે સ્માર્ટ એન્ડ્રોયડ ટીવી ઈચ્છો છો તો તમારા માટે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં સારી તક છે. શિંકોના સ્માર્ટ ટીવીને સેલમાં 3232 રૂપિયામાં ખરીદી શકાશે. 

Updated By: Oct 13, 2020, 05:01 PM IST
માત્ર 3,232 રૂપિયામાં સ્માર્ટ ટીવી, જાણો ધમાકેદાર ઓફરની વિગત

નવી દિલ્હીઃ દેશમાં ફેસ્ટિવ સીઝન નજીક આવતા જ શોપિંગ વેબસાઇટ પર ડીલ્સ અને ઓફર્સની શરૂઆત થઈ રહી છે. સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ પણ ગ્રાહકોને પોતાના તરફ આકર્ષવા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી રહી છે. ભારતીય ટેલિવિઝન બ્રાન્ડ શિંકોએ સ્માર્ટ ટીવી પર એક ખાસ ઓફરની જાહેરાત કરી છે. કંપની પોતાના હાલના SO328AS (32)ને એમેઝોન ગ્રેટ ઈન્ડિયન સેલમાં માત્ર 3232 રૂપિયામાં વેચશે. 

જો તમે સ્માર્ટ સ્પીકરના ભાવમાં સ્માર્ટ ટીવી ઈચ્છો છો તો તમારા માટે સારી તક છે. શિંકોએ રિલીઝ મોકલીને જાણકારી આપી કે ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020માં 32 ઇંચ સ્ક્રીન વાળું SO328AS સ્માર્ટ ટીવીને 3232 રૂપિયામાં ફ્લેશ સેલમાં વેચશે. ફ્લેશ સેલનું આયોજન 18 ઓક્ટોબરે થશે. 

શિંકોના આ ટીવીમાં યૂનિવોલ યૂઝર ઇન્ટરફેસ, એન્ડ્રોઇડ 8 જેવા ફીચર્સ છે. આ સિવાય તેમાં  HRDP ટેક્નોલોજી,  3 HDMI અને બે યૂએસબી પોર્ટ, એ-53 ક્વાડ-કોર પ્રોસેસર, 1 જીબી રેમ તથા 8 જીબી સ્ટોરેજ, 20 વોલ્ટ સ્પીકર્સ, બ્લૂટૂથ સહિત ઘણા બીજા ફીચર્સ મળે છે. 

આ સિવાય કંપની 4K, ફુલ એચડી અને એચડી રેડી સ્માર્ટ ટીવી તથા એચડી રેડી એલઈડી ટીવી પર પણ છૂટ આપી રહી છે. કંપનીએ નો-કોસ્ટ ઈએમઆઈની પણ ઓફર કરી છે. 

કોડકના ટીવી પર દમદાર ઓફર, 6 હજારથી ઓછી કિંમતમાં ખરીદવાની તક

શિંકો ઈન્ડિયાના ફાઉન્ડર અર્જુન બજાજે કહ્યુ- પાછલા વર્ષે અમે પોતાની પ્રથમ વર્ષગાંઠના અવસર પર 55 ઇંચ વાળા સ્માર્ટ ટીવીને એમેઝોન સેલમાં માત્ર 5555 રૂપિયામાં ઉપલબ્ધ કરાવ્યું હતું. આ વર્ષે કંપનીની બીજી એનિવર્સરી છે અને હમર 32 ઇંચ સ્માર્ટ ટીવીને 3232 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે. 

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલમાં શિંકો 43 ઇંચ ફુલ એચડી સ્માર્ટ ટીવીને 15,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ટીવીની ઓરિઝનલ કિંમત 31,999 રૂપિયા છે. તો 43 ઇંચ 4K ટીવીને 21,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેની કિંમત 36,999 રૂપિયા છે. 

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube