નવી દિલ્હી: પ્રીમિયમ સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ ઇંક (Apple Inc) દ્વારા 10 સપ્ટેમ્બરે એક ઇવેંટનું આયોજન કરવા જઇ રહી છે. આ સ્પેશિયલ ઇવેન્ટનું આયોજન કેલિફોર્નિયાના સ્ટીવ જોબ્સ થિયેટરમાં કરવામાં આવશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ઇવેન્ટમાં કંપની દ્વારા આઇફોન (iPhone)ના નવા મોડલને લોન્ચ પહેલા પડદો ઉઠાવવામાં આવશે. કંપની દ્વારા આ ઇવેન્ટનું મીડિયા ઇનવાઇટ મોકલી દેવામાં આવ્યું છે. થિયેટરમાં ઇવેન્ટની શરૂઆત 10 સપ્ટેબરના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 રીઅર કેમેરાવાળો Oppo Reno 2 આજે થશે લોન્ચ, જાણો તેના ફીચર્સ


ભારતમાં રાત્રે 10:30 થી જોઇ શકશો લાઇવ
ભારતમાં એપલની ઇવેંત રાત્રે 10:30 વાગ્યાથી લાઇવ જોઇ શકશો. આ પહેલાં ડેવલોપર્સને iOS 13 Beta 7 રિલીઝમાં 10 સપ્ટેમ્બરની તારીખની જાણકારી મળી હતી. આશા છે કે એપ્પલ આ ઇવેન્ટમાં iPhone ના ત્રણ નવા મોડલને લોન્ચ કરવામાં આવશે. મીડિયામાં લીક થયેલી જાણકારી અનુસાર એપ્પલ દ્વારા આ સ્પેશિયલ ઇવેન્ટમાં 10 સપ્ટેમ્બરના રોજ iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max ને લોન્ચ કરવામાં આવી શકે છે. 

આ ટેલિકોમ કંપની લઇને આવી છે ધાંસૂ પ્લાન, માત્ર 96 રૂપિયામાં યૂજર્સને મળશે 10GB ડેટા


નવી એપ્પ્લ વોચ પણ થઇ શકે છે લોન્ચ
એપ્પલ દ્વારા આ ઇવેન્ટમાં iPhone ના ત્રણ મોડલ ઉપરાંત નવી એપ્પલ વોચ અને Apple TV નું લેટેસ્ટ વર્જન પણ લોન્ચ કરવાની આશા છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો લોન્ચ થનાર ત્રણ સ્માર્ટફોન્સમાં બે માં રિયર ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવશે. સાથે જ iPhone 11 ની સીરીઝમાં 6.1 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. અત્યારે  iPhone XS  માં 5.8-ઇંચની ડિસ્પ્લે છે.