આ ટેલિકોમ કંપની લઇને આવી છે ધાંસૂ પ્લાન, માત્ર 96 રૂપિયામાં યૂજર્સને મળશે 10GB ડેટા

આ ઉપરાંત BSNL એ 236 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ પણ યૂજર્સને દરરોજ 10જીબી ડેટા મળશે. જોકે આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે આ સંપૂર્ણપણે ડેટા પ્લાન છે. તેમાં યૂજર્સને કોલિંગ અને મેસેજની સુવિધા મળતી નથી. 

આ ટેલિકોમ કંપની લઇને આવી છે ધાંસૂ પ્લાન, માત્ર 96 રૂપિયામાં યૂજર્સને મળશે 10GB ડેટા

નવી દિલ્હી: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) બજારમાં ટકી રહેવા માટે સતત આકર્ષક ઓફર લઇને આવી રહી છે. જોકે 4G સર્વિસ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. તેમછતાં જ્યાં જ્યાં આ સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં પોતાના કસ્ટમર્સ માટે BSNL એ શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. 96 રૂપિયામાં કસ્ટમર્સ દરરોજ 10જીબી ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે.  

હાલ, મહારાષ્ટ્ર સર્કલના અકોલા, ભંડારાઅ, બીડ, જાલના, ઓસ્માનાબાદ જેવા ક્ષેત્રોમાં 4G સર્વિસ ઉપલબ્ધ છે. અહીંના યૂજર્સ આ પ્લાનનો ફાયદો ઉઠાવી શકે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે યૂજર્સને પ્લાનની વેલિડિટીમાં 280જીબી ડેટા મળશે. 

આ ઉપરાંત BSNL એ 236 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ પણ યૂજર્સને દરરોજ 10જીબી ડેટા મળશે. જોકે આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે આ સંપૂર્ણપણે ડેટા પ્લાન છે. તેમાં યૂજર્સને કોલિંગ અને મેસેજની સુવિધા મળતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news