નવી દિલ્હી: અમેરિકી ટેક્નોલોજી દિગ્ગજ કંપની Apple (American technology giant Apple) એ તાજેતરમાં iPhone 12 સીરીઝ લોન્ચ કરી છે. તેમાં iPhone 12 મિની, iPhone 12, iPhone 12 Pro અને iPhone Pro Max જેવા આઇફોન સામેલ છે. કંપનીએ આ સીરીઝ ગુરૂવારે (13 ઓક્ટોબર)ને લોન્ચ કરી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા સ્પેશિલ નાઇટ મોડ જેવા ફીચર્સ આપ્યા છે. જોકે ચાર્જર અને ઇયરપોડ્સ હટાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચર્ચામાં રહ્યો આઇફોન 12
તમને જણાવી દઇએ કે 12 સીરીઝ પોતાના બોક્સને લઇને પણ ચર્ચામાં રહી છે. આ દરમિયાન કંપનીએ તમામ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા હતા પરંતુ આઇફોન 12 લોન્ચ કર્યો ન હતો ત્યારે લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. હવે જ્યારે Apple એ નવી સીરીઝ જાહેર કરી છે તો આઇફોન યૂઝર્સ ખુશ છે. 


વાયરલેસ ચાર્જર અને USB ટાઇપ-C વડે કરી શકશો ફોન ચાર્જ
અત્રે ઉલ્લેખનીય છે કે આઇફોન 12ના બોક્સમાં ભલે ચાર્જ આપવામાં ન આવ્યું હોય, પરંતુ કંપની યૂએસબી ટાઇપ-સી ટૂ લાઇટનિંગ કેબલ સાથે આપી રહી છે. આ કેબલ દ્વારા તમે યૂએસબી ટાઇપ સી એડેપ્ટર દ્વારા પોતાના આઇફોનને ચાર્જ કરી શકો છો. સાથે જ આઇફોન 12 સીરીઝમાં વાયરલેસ ચાર્જિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube