WhatsApp યૂઝર્સની બલ્લે-બલ્લે, એપમાં આવ્યું ખાસ ફીચર્સ, બધાએ લીધો રાહતનો શ્વાસ
જો તમે પણ વોટ્સએપ યૂઝર છો અને કોઈ નવા અપડેટની રાહ જોઈ રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. એવું એટલા માટે કારણ કે વોટ્સએપ પર નવું ફીચર આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ WhatsApp એક એવી એપ છે, જે લગભગ દરેકના ફોનમાં મળી જશે. યૂઝર્સના એક્સપીરિએન્સને સારો બનાવવા માટે કંપની નવા-નવા પ્લાન રજૂ કરે છે. આ વચ્ચે મેટાનું ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના એન્ડ્રોયડ યૂઝર્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. WaBetaInfo ના એક રિપોર્ટ પ્રમાણે યૂઝર એપને છોડ્યા વગર કોન્ટેક્ટને સેવ કે જાણકારીને એડિટ કરી શકશે.
એટલે કે યૂઝર્સ કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કોન્ટેક્ટને એડિટ કે નવો કોન્ટેક્ટ સેવ કરી શકશે. તે માટે હવે એપને બંધ કરવી પડશે નહીં. એન્ડ્રોયડ યૂઝર્સ માટે આ ફીચરને જલદી રોલઆઉટ કરવાની આશા છે. જ્યારે iOS માટે આ ફીચરને પહેલાં જ જારી કરી દેવામાં આવ્યું છે.
આ સિવાય હાલમાં તે સાંભળવામાં આવ્યું હતું કે iOS પર એપમાં જલદી એક રિપોઝીશન્ડ નેવિગેશન બાર પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ લોન્ચ થયો Realme Narzo N55, મળશે 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ, જાણો કિંમત અને ફીચર્સ
WABetaInfo પ્રમાણે એન્ડ્રોયડ પર કોન્ટેક્ટને એડિટ કરનાર ફીચર જલદી મળશે. WhatsApp એન્ડ્રોયડ ડિવાઇસ પર બીટા યૂઝર્સ માટે એક નવુ contact UI લઈને આવશે, જ્યાં કોઈપણ યૂઝર એપ્લીકેશનને બંધ કર્યા વગર નવા કોન્ટેક્ટ કે વર્તમાન કોન્ટેક્ટને એડિટ કરી શકશે, જેમ સામાન્ય રીતે કરે છે.
કોન્ટેક્ટ ફોનના સ્ટોરેજ કે યૂઝરના લિંક્ડ ગૂગલ એકાઉન્ટમાં સ્ટોર થઈ જશે. જો તમે આ જાણવા ઈચ્છો છો કે તમારા ફોનમાં આ ફીચર આવ્યું છે કે નહીં તો તમે કેટલાક સ્ટેપમાં ચેક કરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા WhatsApp ઓપન કરો. સ્ટેપ
2: અહીં કોન્ટેક્ટ લિસ્ટ પર જાવ.
સ્ટેપ 3: ટોપ-રાઇટમાં રહેલા થ્રી ડોટ્સ વાળા આઇકન પર ટેપ કરો.
સ્ટેપ 4: જો તમને 'Add new contact'નો ઓપ્શન જોવા મળે તો સમજી જવું કે વોટ્સએપના નવા ફીચરનું અપડેટ મળી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube