લોન્ચ થયો Realme Narzo N55, મળશે 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ, જાણો કિંમત અને ફીચર્સ

Realme Narzo N55 Launch : રિયલમી એ ભારતીય માર્કેટમાં  નવો ફોન લોન્ચ કરી દીધો છે . ફોનનું નામ રિયલમી  નાર્ઝો  N55 છે. આવો આ ફોનની ખાસિયત અને કિંમત જાણીએ. 

લોન્ચ થયો Realme Narzo N55, મળશે 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ, જાણો કિંમત અને  ફીચર્સ

નવી દિલ્હીઃ Realme Narzo N55 : Realme આખરે પોતાના  નેક્સ્ટ ઝેનના  Narzo સ્માર્ટફોનને માર્કેટમાં લઈને આવી ચુકી છે.  Realme Narzo N55 આજે ભારતમાં લોન્ચ થઈ ચુક્યો છે. ફોનને આજે ભારતમાં બપોરે 12 કલાકે એક ઓનલાઇન ઈવેન્ટના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યો છે. લોન્ચ પહેલા ફોનનું લિસ્ટિંગ એમેઝોન પર જોવા મળી રહ્યું હતું, તેવામાં સ્પષ્ટ છે કે  ફોનનું વેચાણ એમેઝોનના માધ્યમથી થશે. આ સિવાય કંપનીની સત્તાવાર વેબસાઇટ અને રિટેલ સ્ટોર પરથી પણ  ફોનને ખરીદી શકાશે.

Realme Narzo N55 ના ફીચર્સ
ડિસ્પ્લે :  90Hz રિફ્રેશ રેટની સાથે 6.72-इंच FHD+ IPS LCD પેનલ
પ્રોસેસરઃ ઓક્ટા-કોર MediaTek Helio G88 પ્રોસેસર
રેમ અને સ્ટોરેજઃ 8GB રેમ અને  128GB સુધી ઓનબોર્ડ મેમરી
ઓપરેટિંગ સિસ્ટમઃ Android 13- પર આધારિત Realme UI 4.0 સ્કિન

Realme Narzo N55 ની બેટરી અને ચાર્જિંગ
જો ચાર્જિંગ પોર્ટની વાત કરીએ તો ફોનમાં USB ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે.  ફોનમાં 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ સાથે ફોન 5,000mAh ની બેટરીની સાથે આવે છે. કંપનીનો દાવો છે કે ફોન 29 મિનિટમાં 50 
ટકા અને 63 મિનિટમાં ફુલ ચાર્જ થઈ શકે છે.  ફોનમાં બે રિયર કેમેરા છે, જેમાં પ્રાઇમરી કેમેરો 64  મેગાપિક્સલનો છે.

Realme Narzo N55 ની કિંમત
 ફોનના 4GB રેમ અને   64GB વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા છે, જ્યારે ટોપ ટિયર 8GB રેમ અને 128GB સ્ટોરેજ મોડલની કિંમત 12999 રૂપિયા છે. ડિવાઇસને પ્રાઇમ બ્લેક અને પ્રાઇમ બ્લૂ કલરમાં લોન્ચ કરવામાં આવી છે. ફોનને તમે  રિયલમીની સત્તાવાર વેબસાઇટ અને અને એમેઝોન ઈન્ડિયા પરથી ખરીદી શકો છો. ફોનની પહેલી સેલ 18 એપ્રિલ બપોરે 12.00 કલાકે શરૂ થશે. 

OnePlus Nord CE 3 Lite નો સેલ શરૂ
વનપ્લસના નવા ફોન નોર્ડ CE 3 લાઇટનો સેલ ભારતમાં શરૂ થઈ ચુક્યો છે. OnePlus Nord CE 3 Lite ની શરૂઆતી કિંમત 19999 રૂપિયા છે. ફોનને બે કલર વિકલ્પમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં પેસ્ટલ લાઇમ અને ક્રોમેટિક સામેલ છે. તેમાંથી લાઇમ કલર જોવામાં યુનિક લાગી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news