Aston Martin DB12: Aston Martinએ દેશમાં DB12 લોન્ચ કરી છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 4.8 કરોડ છે. કાર નિર્માતા નવી એસ્ટન માર્ટિન DB12 ને સુપર ટુરર કહે છે. તેનું બુકિંગ જૂનમાં શરૂ થવાનું છે. જોકે ડિલિવરીમાં થોડો સમય લાગશે, પરંતુ તેની ડિલિવરી વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે. કાર નિર્માતા દાવો કરે છે કે DB12 ની ચેસિસ 7 ટકા મજબૂત છે. તે ફેરારી રોમા અને બેન્ટલી કોન્ટિનેંટલ જીટીને ટક્કર આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારમાં ફ્રન્ટમાં મોટી ગ્રિલ, ન્યુ લુકવાળી હેડલાઇટ્સ અને રિવર્ક્ડ સ્પ્લીટર છે. તેને વધુ મસ્ક્યુલર લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. DB12 લોગોમાં પણ થોડો ચેન્જ છે, જે એક શરૂઆત છે અને ભવિષ્યની તમામ Aston Martin કારમાં જોવા મળશે. કાર કાસ્ટ-આયર્ન 400mm ફ્રન્ટ ડિસ્ક અને 360mm રિયર ડિસ્ક સાથે સ્ટાન્ડર્ડ 21-ઇંચ વ્હીલ્સ પર ચાલે છે.


આ પણ વાંચો:
1 June 2023 Rules: 1 જૂનથી થશે આ ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર, જાણો વિગતો
PM નું અપમાન કરવાની કિંમત ચુકવવી પડશે, વિપક્ષના બાયકોટ પર શાહનો હુમલો
શુક્રવારનો દિવસ કઈ કઈ રાશિના જાતકો માટે છે શુભ અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણો


DB12માં  મર્સિડીઝ-એએમજીમાંથી મેળવેલ ટ્વીન-ટર્બોચાર્જ્ડ 4.0-લિટર V8 છે, જે 680hp પાવર અને 800Nm ટોર્ક જનરેટ કરે છે, જે DB11 પરના V8 એન્જિન કરતાં વધુ ટોર્કી છે. તે 325kphની ટોપ સ્પીડ હાંસલ કરી શકે છે અને માત્ર 3.6 સેકન્ડમાં 0-100kph સ્પીડે પહોંચી શકે છે.


Aston Martin DB12 એ તમામ પાસાઓમાં સંપૂર્ણપણે નવી કાર છે. તેના ઈન્ટિરિયરમાં પણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. DB11માં જોવા મળતા જૂના મર્સિડીઝ ઈન્ફોટેનમેન્ટ પ્લેટફોર્મને દૂર કરવામાં આવ્યું છે. અને 10.25-ઇંચની ટચસ્ક્રીન છે.


આ પણ વાંચો:
વિપક્ષના બહિષ્કાર વચ્ચે 24 પાર્ટીઓ થશે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ, જુઓ લિસ્ટ
મોદી સરકારના 9 વર્ષ પર મંત્રીઓની થશે કસોટી, 160 લોકસભા સીટનો મળ્યો 'ટાર્ગેટ'
મંગળવારથી આ 3 રાશિના લોકોના જીવનમાં થશે ઊથલપાથલ, એક મહિના સુધી રહેવું પડશે સાવધાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube