ઓછા બજેટમાં બલેનો અને i20ને પાછળ પાડે તેવી છે આ કાર, 6 લાખમાં ખરીદો, વર્ષો વર્ષ મોજ કરો, રહો ટેન્શન ફ્રી
બજારમાં આમ તો ડિઝાઈન પરફોર્મન્સ મામલે બલેનો અને આઈ20 ઘણી લોકોને પસંદ પડતી હોય છે. આ બંને કાર પોતાના સેગમેન્ટમાં બેસ્ટ સેલિંગ કાર છે. જો કે જો તમારું બજેટ થોડું ઓછું હોય તો આ બંને ગાડીઓની કિંમત તમને મોંઘી પડી શકે છે. તેનું મેન્ટેનન્સ અને પાર્ટ્સ પણ મોંઘા આવે છે. આવામાં એક કાર એવી છે જે તમારા કામ આવી શકે છે.
જ્યારે આપણે પહેલીવાર કાર લેતા હોઈએ ત્યારે ખુબ જ એક્સાઈટેડ હોઈએ છીએ. કાર ખરીદવા માટે ઘણી બધી માહિતી ભેગી કરીએ છીએ. કારની પસંદગીથી માંડીને તેની ડિઝાઈન, બજેટ વગેરે...લોકો એવું પણ ઈચ્છતા હોય છે કે એવી કાર ખરીદીએ કે જેથી કરીને વધુ મેન્ટેનન્સ ન ભોગવવું પડે અને લાંબા સમય સુધી તે ચાલે. જો કે પહેલીવાર કાર ખરીદનારા લોકો પાસે એક સારી કાર પસંદ કરવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે અમે તમને તેમાં થોડી મદદ કરવાની કોશિશ કરીશું. બજારમાં આમ તો ડિઝાઈન પરફોર્મન્સ મામલે બલેનો અને આઈ20 ઘણી લોકોને પસંદ પડતી હોય છે. આ બંને કાર પોતાના સેગમેન્ટમાં બેસ્ટ સેલિંગ કાર છે. જો કે જો તમારું બજેટ થોડું ઓછું હોય તો આ બંને ગાડીઓની કિંમત તમને મોંઘી પડી શકે છે. તેનું મેન્ટેનન્સ અને પાર્ટ્સ પણ મોંઘા આવે છે. આવામાં એક કાર એવી છે જે તમારા કામ આવી શકે છે.
બજારમાં મારુતિની સ્વિફ્ટ પણ એક ઉત્તમ વિકલ્પ કહી શકાય. સ્વિફ્ટને ભારતમાં 2005માં લોન્ચ કરાઈ હતી. ત્યારથી તે સૌથી વધુ વેચાતી કારોમાં સામેલ છે. રસ્તાઓ પર આજે પણ 10થી 15 વર્ષ જૂની સ્વિફ્ટ સરળતાથી મળી જાય છે. આ કાર ઘણા લાંબા સમય સુધી ચાલે છે.
કિંમત
સ્વિફ્ટની કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 8.98 લાખ રૂપિયા સુધી જાય છે. તે ચાર વેરિએન્ટમાં LXi, VXi, ZXi અને ZXi+ માં ઉપલબ્ધ છે. VXi અને ZXi મોડલ સાથે CNG નો વિકલ્પ પણ મળી જાય છે. તેને ત્રણ ડ્યુઅલ ટોન અને છ મોનોટોન કલરમાં ખરીદી શકાય છે. તેમાં પર્લ મિડનાઈટ બ્લેક રૂફ સાથે સોલિડ ફાયર રેડ, પર્લ આર્કટિક વ્હાઈટ રૂફ સાથે પર્લ મેટેલિક મિડનાઈટ બ્લૂ, પર્લ મિડનાઈટ બ્લેક રૂફ સાથે પર્લ આર્કટિક વ્હાઈટ, મેટેલિક મેગ્મા ગ્રે, પર્લ મિડનાઈટ બ્લૂ, પર્લ આર્કટિક વ્હાઈટ, મેટેલિક સિલ્કી સિલ્વર, સોલિડ ફાયર રેડ, અને પર્લ મેટેલિક લ્યૂસેન્ટ ઓરેન્જનો વિકલ્પ છે.
એન્જિન, માઈલેજ
મારુતિ સ્વિફ્ટ 1.2 લીટર ડ્યૂલજેટ પેટ્રોલ એન્જિન સાથે આવે છે. જે 90PS નો પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશન કે AMT ગિયરબોક્સ મળી જાય છે. માઈલેજ વધારવા માટે હેચબેકમાં સ્ટાર્ટ/સ્ટોપ સિસ્ટમ મળે છે. આ કાર પેટ્રોલથી ચાલે તો 22.38 km/લીટર અને સીએનજી પર ચાલે તો 30.90km/kg ની માઈલેજ આપે છે. સ્વિફ્ટમાં 7 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોટનમેન્ટ સિસ્ટમ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, ક્રૂઝ કંટ્રોલ, ઓટો એસી, અને એલઈડી ડીઆરએલ સાથે એલઈડી હેડલાઈટ્સ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube