નવી દિલ્લીઃ Toyotaએ પોતાની Urban Cruiser Hyryder કારને લોન્ચ કરી છે. આ કાર એક ખાસ કોન્સેપ્ટ પર બનાવવામાં આવી છે. આ કારને Suzuki આર્કિટેક્ચર પર બનાવવામાં આવી છે. આ કારમાં સેલ્ફ ચાર્જિંગ હાઈબ્રિડ ટેક્નીક પર બનાવવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ આ નવી અર્બન ક્રુઝર SUVનું પ્રોડક્શન ઑગસ્ટથી બેંગ્લોરના કર્ણાટક નજીક બિદાડીમાં સ્થિત ટોયોટાની ફેક્ટરીમાં શરૂ થશે અને તે આ વર્ષે ઑક્ટોબર સુધીમાં લૉન્ચ થઈ શકે છે. આ કારનું બુકિંગ 25,000 રૂપિયાથી શરૂ થઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુક્સ-
ટોયોટાની નવી હાઈ રાઈડરને ડ્યુઅલ-ટોન રેડ અને બ્લેક એક્સટીરીયર શેડ્સ આપવામાં આવ્યા છે. ડિઝાઈનની વાત કરવામાં આવે તો આ કારમાં એક મોટું બોનેટ, ક્રોમ સ્ટ્રીપ, સ્પ્લિટ LED DRLs અને પાછળના ભાગમાં રેપરાઉન્ડ ટેલ લેમ્પ્સ સાથે મોટું એર ડેમ આપવામાં આવ્યું છે. 


ફીચર્સ-
એક્સટીરિયરની જેમ જ, હાઈ રાઈડર કારના ઈન્ટિરિયરમાં ડ્યુઅલ-ટોન ફિનિશ અને ડેશ પર સોફ્ટ-ટચ લેધર આપવામાં આવ્યું છે. લેટેસ્ટ ફીચરની વાત કરીએ તો, તમને આ મિડ સાઈઝ SUVમાં ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, HUD અને પેનોરેમિક સનરૂફ જેવી સુવિધાઓ જોવા મળશે. આ સિવાય રીઅર એસી વેન્ટ્સ, ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ એપલ કારપ્લે અને ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે એન્ડ્રોઈડ ઓટો, પાવર ડ્રાઈવર સીટ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, લેધર અપહોલ્સ્ટરી, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


એન્જિન-
હાઇ રાઈડરની પાવરટ્રેન પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. Hyryder સેગમેન્ટના પ્રથમ માઈલ્ડ-હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. માઈલ્ડ-હાઇબ્રિડ વેરિયન્ટમાં ઓલ-વ્હીલ-ડ્રાઇવ મેળવનાર આ સેગમેન્ટનું પ્રથમ મોડલ પણ છે. હાઇ રાઇડર ઇ-ડ્રાઇવ ટ્રાન્સમિશન સાથે જોડાયેલા 1.5-લિટર એન્જિન દ્વારા સંચાલિત છે. તેનું એન્જિન આઉટપુટ 68 kW છે અને તે 122Nm પિકઅપ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તે જ સમયે, તેની મોટરની આઉટપુટ 59 kW નો પાવર અને 141Nm નો ટોર્ક જનરેટ કરી શકે છે. એકસાથે, બંને મોટર્સ 85 kWનું આઉટપુટ જનરેટ કરવામાં સક્ષમ છે.


સેફ્ટી ફીચર્સ-
ટોયોટા અર્બન ક્રુઝર હાઇ રાઇડરમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS ટ્રેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ અને હિલ સ્ટાર્ટ સહાય મળે છે. આ સિવાય 360-ડિગ્રી કેમેરા, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર, ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટિંગ પોઈન્ટ્સ, બંને હરોળ માટે ત્રણ પોઈન્ટ સીટ બેલ્ટ અને એડજસ્ટેબલ હેડરેસ્ટ પણ સેફ્ટી ફીચર્સ તરીકે આવે છે.


કિંમત-
Toyota Hyryderની કિંમતો હાલમાં જાહેર કરવામાં આવી નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મિડ-સાઈઝ SUVને 10 લાખથી 16 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરવામાં આવી શકે છે.