નવી દિલ્હી: Avan Motors એ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Trend E લોન્ચ કરી દીધું. Avan Trend E ને બે બેટરી ઓપ્શન (સિંગલ અને ડબલ)માં બજારમાં ઉતારવામાં આવ્યું છે. સિંગલ બેટરી વેરિએન્ટની એક્સ શો રૂમ કિંમત 56,900 રૂપિયા અને ડબલ બેટરી વેરિએન્ટની એક શો રૂમ કિંમત 81,269 રૂપિયા છે. અવના ટ્રેંડ ઇ ત્રણ કલર ઓપ્શન (રેડ-બ્લેક, બ્લેક-રેડ, વાઇટ-બ્લૂ)માં ઉપલબ્ધ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાત શહેરોમાં ઘર અને ફ્લેટના વેચાણમાં થયો ભારે ઘટાડો, આ મામલે આવી સામાન્ય તેજી


અવાનના આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરનું સિંગલ બેટરી વેરિએન્ટ ફૂલ ચાર્જ થતાં 60 કિલોમીટર અને ડબલ બેટરી વેરિએન્ટ 110 કિલોમીટરનું અંતર કાપી શકે છે. સ્કૂટરમાં આપવામાં આવેલી લિથિયમ-આયન બેટરી 2 થી 4 કલાકમાં ફૂલ ચાર્જ થશે. તેની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. સ્કૂટરની અધિકત્તમ ભાર ક્ષમતા 150 કિલોગ્રામ છે. 

મોબાઇલ ફોન માર્કેટમાં Samsung મચાવશે તહેલકો, 5 એપ્રિલના રોજ લોન્ચ કરશે દુનિયાનો પ્રથમ 5G ફોન


ફીચર્સની વાત કરીએ તો, અવાન ટ્રેંડ ઇ સ્કૂટરમાં 16-ઇંચ અલોય વીલ્ઝ સ્ટાડર્ડ આપવામાં આવ્યા છે. ફ્રન્ટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બેક છે. સ્કૂટરમાં હાડ્રોલિક ટેલેસ્કોપિક ફ્રંટ સસ્પેંશન અને કોઇય સ્પ્રિંગ રિયર સસ્પેંશન આપવામાં આવ્યા છે. સ્કૂટર પર પાછળ બેસનાર માટે બેકરેસ્ટ સીટની અંદર અને ફ્રન્ટ પેનલમાં સામાન રાખવા માટે જગ્યા અને બોટલ હોલ્ડર છે. આ ઉપરાંત નવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 'સ્માર્ટ કી' ફીચર આપવામાં આવ્યું છે, જે કારની માફક લોકની સુવિધા આપે છે.

DTHવાળા માટે ખુશખબરી, 5 મહિના મફતમાં જુઓ TV Channel, જાણો શું કરવું પડશે


ઇલેક્ટ્રિક મોટરસાઇકલ પર પણ કામ કરી રહી છે કંપની
નવું સ્કૂટર કંપનીના Xero લાઇનઅપનું ત્રીજું સ્કૂટર હશે. અત્યાર સુધી અવાનના બે ઇલેક્ટ્રિક સ્કૂટર Xero અને Xero+ માર્કેટમાં ઉપલબ્ધ હતા. ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ઉપરાંત કંપની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ્સ પર પણ કામ કરી રહી છે. દાવો છે કે આ દેશમાં પોતાનામાં પ્રથમ પ્રકારની ઇલેક્ટ્રિક બાઇક્સ હશે. આગામી વર્ષે કંપની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લોન્ચ કરી શકે છે.