મોબાઇલ ફોન માર્કેટમાં Samsung મચાવશે તહેલકો, 5 એપ્રિલના રોજ લોન્ચ કરશે દુનિયાનો પ્રથમ 5G ફોન
Trending Photos
Samsung એ કહ્યું કે તે પોતાનો પ્રથમ 5G સ્માર્ટફોન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ કોરિયામાં રિલીઝ કરશે. કંપનીના અનુસાર આ દુનિયામાં આગામી પેઢીના નેટવર્ક ક્ષમતાથી યુક્ત પ્રથમ મોબાઇલ ફોન હશે. સમાચાર એજન્સી યોનહૈપના રિપોર્ટ અનુસાર દક્ષિણ કોરિયાઇ ટેક્નોલોજી દિગ્ગજ કંપનીએ કહ્યું કે કોઇપણ પૂર્વ ઓર્ડર કાર્યક્રમના ગેલેક્સી એસ-10 નું 5G મોડલ 5 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
સેમસંગે જોકે ફોનની કિંમત વિશે ખુલાસો કર્યો નથી પરંતુ ઉદ્યોગ સૂત્રોનું માનીએ તો ઘરેલૂ બજારમાં તેની કિંમત લગભગ 15 લાખ વોન (1,332 ડોલર) હોઇ શકે છે. સરકાર દ્વારા સંચાલિત નેશનલ રેડિયો રિચર્સ એજન્સીએ સોમવારે કહ્યું કે ગેલેક્સી એસ-10 ના 5G મોડલને વેરિફિકેશન ટેસ્ટમાં પાસ કરી દેવામાં આવ્યો છે અને દક્ષિણ કોરિયાના બજારમાં તેને ઉતારવાની લીલી ઝંડી મળી ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે