આ સાત શહેરોમાં ઘર અને ફ્લેટના વેચાણમાં થયો ભારે ઘટાડો, આ મામલે આવી સામાન્ય તેજી

આ સાત શહેરોમાં ઘર અને ફ્લેટના વેચાણમાં થયો ભારે ઘટાડો, આ મામલે આવી સામાન્ય તેજી

દેશના સાત મુખ્ય શહેરોમાં ગત પાંચ દરમિયાન ઘરોના ભાવમાં સાત ટકાનો વધારો થયો છે, જ્યારે આ દરમિયાન તેમની માંગ 28 ટકા ઘટી છે. આ પ્રકારે ઘરોની આપૂર્તિમાં આ દરમિયાન 64 ટકાનો ઘટાડો આવ્યો છે. બ્રોકરેજ કંપની એનારોકના અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે. હાલની સરકારના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન રીયલ એસ્ટેટ ક્ષેત્રના પ્રદર્શનના વિશ્લેષણના આધાર પર એનારોકના સંસ્થાપક અને ચેરમેન અનુજ પુરીએ કહ્યું કે આ દરમિયાન ક્ષેત્રમાં ઘણા સુધારા કરવામાં આવ્યા અને ભારતીય રીયલ એસ્ટેટ ક્ષેત્રની છબિ સુધારવાના ઘણા પગલાં ભરવામાં આવ્યા.

તેમણે કહ્યું કે નોટબંધી, નવો રિયલ એસ્ટેટ કાયદો રેરા અને જીએસટીથી શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ આવી પરંતુ દીર્ધાવધિમાં તેમને લાભ થયો. આવાસ ક્ષેત્રના ઓપરેશનલ કામગીરી વિશે પુરીએ કહ્યું કે પ્રાથમિક બજારોમાં મૂલ્ય કરેક્શનના બદલે 'ટાઇમ કરેક્શન' વધુ જોવા મળ્યું. 

ગત પાંચ વર્ષ દરમિયાન સાત પ્રમુખ શહેરોમાં ઘરોના ભાવ સરેરાશ સાત ટકા વધ્યા. તેમણે કહ્યું કે જો ફૂગાવાને સામેલ કરવામાં આવે તો હકિકતમાં ઘરોના ભાવ ઓછા થયા છે. 

આ સાત શહેર છે- દિલ્હી-એનસીઆર, મુંબઇ મહાનગર ક્ષેત્ર, ચેન્નઇ, કોલકત્તા, બેગલુરૂ, હૈદ્વાબાદ અને પુણે. આ પાંચ વર્ષમાં નવી આવાસીય એકમોની પૂર્તિ 2014ના 5.45 લાખ એકમોથી 64 ટકા ઘટીને 2018માં 1.95 લાખ એકમ રહી ગયા. આ દરમિયાન ઘરોનું વેચાણ 28 ટકા ઘટીને 3.43 લાખથી 2.48 લાખ એકમ રહી ગઇ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news