હાર્દિક મોદી, અમદાવાદ: 21મી સદીમાં મોબાઈલ ફોન વગર જીવન અશક્ય બરાબર થઈ ગયુ છે. એમાંય કોરોના કાળમાં લોકડાઉનની સ્થિતિમાં મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ ચરમસીમા પર પહોંચી ગયો છે. ત્યારે હવે મોબાઈલમાં સૌથી વધુ અગત્યનું કઈક છે તો તે છે ફોનનો ડેટા, ફોનની બેટરી અને ચાર્જિંગની વ્યવસ્થા. તમને ફોન ચાર્જ કરવો છે, એ તમારી જરૂરિયાત છે, અને આ જ જરૂરિયાતનો સાયબર ગઠિયાઓ ગેરલાભ ઉઠાવે છે. શું તમે કોઈપણ જાહેર સ્થળે મોબાઈલ ચાર્જિંગ કરો છો? શું તમને પણ ગમે ત્યાં મફતમાં મળતા WiFi ડેટા વાપરવાની આદત છે? તો ચેતી જજો નહીં તો રોવાનો વારો આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ પણ જાહેર સ્થળ પર મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હોય છે. અને સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા લોકો આવી મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થાની શોધમાં જ રહેતાં હોય છે. બસ હોય કે ટ્રેન, સ્ટેશન હોય કે પાર્ક દરેક કોઈપણ સ્થળે ચાર્જિંગન પોર્ટ દેખાય એટલે મોબાઈલ રસિયાઓ તુરંત પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં લગાવી દેતાં હોય છે. બસ ત્યાંથી શરૂ થાય છે સાયબર ગઠિયાઓનું ષડયંત્ર. સામાન્ય ભાષામાં કહું તો જો તમે કોઈ પણ વ્યક્તિનું ટૂથ બ્રશ વાપરશો તો શક્યતા છે કે એ વ્યક્તિની બિમારી આ બ્રશના માધ્યમથી તમારામાં આવી શકે છે. બસ એવી જ રીતે કોઈ પણ જગ્યા પર ચાર્જિંગ કેબલ કે પછી કોઈ અન્ય ચાર્જરમાં મોબાઈલ ચાર્જ કરશો તો શક્યતા છે કે તમારો મોબાઈલ ફોન હેક થઈ શકે છે.


Facebook, Instagram, Twitter પર ભારતીય છૂપાવી રહ્યા છે પોતાની ઓળખ, જાણો કેમ?


Reliance Jio: 100 રૂપિયાની અંદર મળનાર બેસ્ટ પ્રીપેડ પ્લાન્સ, જુઓ આ યાદી


હેકર્સ પાસે ડેટા જાય પછી શું થઈ શકે છે?


એક વખત wifiના માધ્યમથી તમારો ડેટા હેકર્સ પાસે ગયો, ત્યાર પછી તમારો ડેટા બિલકુલ સુરક્ષિત નહીં રહી શકે. wifiમાંથી ડિસકનેક્ટ થયા પછી પણ હેકર્સ તમારા ફોનમાં કોઈ પણ પ્રકારનો ખેલ કરી શકે છે. તમારા ફોનમાં એક એપ ઈન્સ્ટોલ થઈ શકે છે, જેના પછી હેકર્સ કોઈ પણ સમય તમારો ફોન એક્સસેસ કરી શકે છે.


Flipkart Big Saving Days: આઈફોન, સેમસંગ સહિત આ કંપનીના મોબાઇલ પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ


ડેટા ચોરીથી બચવા શું સાવધાની રાખવી?


તમારા ફોનમાં ડેટા એનેલાઈઝર સોફ્ટવેરનો ઉપયોગ કરવો જેથી કરીને તમારો ડેટા કઈ જગ્યા પર સૌથી વધુ વપરાય છે તે તમે જાણી શકો, અને જો ડેટા ચોરી થાય છે તો તેની સામે પગલા પણ લઈ શકો. સની વાઘેલાના જણાવ્યા અનુસાર My data manager એપ જે એન્ડ્રોઈડ અને iOSમાં ઉપ્લબ્ધ છે તેને ઈન્સ્ટોલ કરવી અને પોતાના ડેટાની માહિતીની જાણકારી મેળવી શક્શો. આજના જમાનામાં સોના ચાંદીથી વધુ કિંમતી લોકો ડેટા હોય છે. ડેટાની ચોરી થવી કે પછી ડેટા લોસ થવો કોઈને પણ નથી પોસાતું. પોતાનો ખાનગી ડેટા, વ્યવસાયને લગતો ડેટા સહિત અનેક એવો ડેટા હોય છે જે હેકર્સના હાથે ચઢે તો તમને મોટી ખોટ ભોગવવી પડી શકે છે. એટલે આપ સાવધાન રહો, સતર્ક રહો એ ખુબ જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube