Flipkart Big Saving Days: આઈફોન, સેમસંગ સહિત આ કંપનીના મોબાઇલ પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

જો તમે ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો સારી તક છે. ગ્રાહક Flipkart Big Saving Daysમાં iPhone XR, Poco X3 સહિત ઘણા ફોન્સ પર મોટું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. 
 

Flipkart Big Saving Days: આઈફોન, સેમસંગ સહિત આ કંપનીના મોબાઇલ પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ Flipkart Big Saving Days સેલ 18 ડિસેમ્બરથી શરૂ થશે. પાંચ દિવસ સુધી ચાલનાર આ સેલ 22 ડિસેમ્બર સુધી ચાલશે. સેલ પહેલા ફ્લિપકાર્ડે સ્માર્ટફોન્સ અને બીજી ડિવાઇઝ પર મળનાર ઓફર્સનો ખુલાસો કર્યો છે. સેલમાં iPhone XR, Poco X3, Realme Narzo 20 Pro સહિત ઘણા સ્માર્ટફોન્સ પર છૂટ મળશે. ધ્યાન આપવા જેવી વાત છે કે ફ્લિપકાર્ડ પ્લસ મેમ્બર્સને સેલનું અર્લી એક્સેસ મળશે, જેનો મતલબ છે કે 17 ડિસેમ્બરે બપોરે 12 કલાકથી શોપિંગ કરી શકશે. 

SBI બેંક ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા ખરીદી કરનાર યૂઝર્સને 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. આવનારા સેલમાં  iPhone XRને 38,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવાશે. આ ભાવ 64 જીબી વાળા સ્ટોરેજ વેરિયન્ટનો છે. જો તમારે  iPhone XR ખરીદવો હોય તો આ સારી તક છે. આ પહેલા સેલમાં ફોન 40,999 રૂપિયામાં વેચવામાં આવ્યો હતો. 

ફ્લિપકાર્ડ સેલમાં ગ્રાહકોને નો-કોસ્ટ ઈએમઆઈ અને એક્સચેન્જ ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. પોકો એક્સ3 સ્માર્ટફોનને સેલમાં 1 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે આ હેન્ડસેટ 15,999 રૂપિયામાં મળશે. ફ્લિપકાર્ડ બિગ સેવિંગ ડે સેલમાં રિયલમી 6 હેન્ડસેટ 12999 રૂપિયા જ્યારે રિયલમી નાર્ઝો 20 પ્રો છૂટ બાદ 13,999 રૂપિયામાં મળશે. 

સેમસંગ ગેલેક્સી એફ41ને સેલ દરમિયાન 15499 રૂપિયામાં ખરીદી શકાશે. આ કિંમત 6 જીબી રેમ તથા 128 જીબી સ્ટોરેજ મોડલની છે. ફ્લિપકાર્ડ પર રિયલમી  6iને 11999 રૂપિયામાં વેચવામાં આવશે. ઈ-કોમર્સ કંપની ટેલિવિઝન પર 65 ટકા ડિસ્કાઉન્ટ, હીટિંગ, અપલાયન્સ પર 70 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ સિવાય એર કંડીશનર પર 40 ટકા છૂટ મળી શકશે. 

આ સિવાય ગ્રાહકોને લેપટોપ પર 40 ટકા, ઓડિયો પ્રોડક્ટ્સ પર 70 ટકા, સ્માર્ટ વિયરેબલ્સ પર 50 ટકા અને પ્રીમિયમ ટેબલેટ્સ પર 45 ટકા છૂટ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news