નવી દિલ્લીઃ ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે, લોકોમાં પોતાના જૂના વાહનોને ઈલેક્ટ્રિક મોડિફિકેશન આપવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. મોટાભાગના ટૂ વ્હિલર ધારકો આ પ્રકારનું મોડિફિકેશન કરાવી રહ્યા છે. તાજેતરમાં, ઈન્ટરનેટ પર એક ફોટો સામે આવ્યો છે. જેમાં જૂની બજાજ એવેન્જરને ઇલેક્ટ્રિક અવતારમાં મોડિફાઈ કરવામાં આવી છે, આ સાથે આ બાઈકના પેટ્રોલ એન્જિન સાથે છેડછાડ કરવામાં નથી આવી. કહેવાનો મતલબ એ છે કે આ બાઈક હવે ઈલેક્ટ્રીક કિટથી સજ્જ છે અને તેને પેટ્રોલ પર પણ ચલાવી શકાય છે. અહીં રાઇડર તેને જે પાવર મોડ પર ચલાવવા માંગે છે તે પસંદ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27,760 રૂપિયામાં બનશે ઇલેક્ટ્રિક બાઈક-
રેગ્યુલર પેટ્રોલથી ચાલતી બાઇકને હાઇબ્રિડ કિટ દ્વારા EV મોડમાં પણ ચલાવી શકાય છે. ગોગોએ નામની કંપની આ ઇલેક્ટ્રિક કિટને 27,760 રૂપિયામાં ઓનલાઈન વેચી રહી છે. તેમાં રિસ્ટ થ્રોટલ, ડિસ્ક સાથે કેચર, માઉન્ટિંગ પ્લેટ, કપ્લર, 17-ઇંચ બ્રશલેસ હબ મોટર અને રિજનરેટિવ કંટ્રોલર આપવામાં આવે છે. જે બજાજ એવેન્જરમાં આ ઇલેક્ટ્રિક કિટ લગાવવામાં આવી છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ તેના આગળના વ્હીલમાં બ્રશ વિનાની મોટર લગાવવામાં આવી છે. જ્યારે આ મોટરસાઈકલને ઈલેક્ટ્રિક મોડ પર ચલાવવાની હોય છે, ત્યારે એક બટન દબાવવા પર તેનું આગળનું વ્હીલ બાઇકને ઈલેક્ટ્રિક પાવર આપવાનું શરૂ કરે છે. તેની ડિકી વાળી જગ્યાએ બેટરી લગાવવામાં આવી છે.


એક ચાર્જમાં કેટલા કિમી ચાલશે?-
ઈલેક્ટ્રિક હાઈબ્રિડ કિટથી સજ્જ, બજાજ એવેન્જર 72V, 35A લિથિયમ-આયન બેટરી પેક સાથે આવે છે. જ્યારે મોડિફાઈડ ઈલેક્ટ્રિકલ્સ સાથેનું નવું કંટ્રોલર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવો અને પેટ્રોલ મોડ પર પાછા સ્વિચ કરવું ખૂબ જ સરળ છે જે એક સ્વીચ પર કામ કરે છે. ઈલેક્ટ્રીક કિટ ઈન્સ્ટોલ હોવાને કારણે આ બાઇક સાથે રિવર્સ મોડ પણ ઉપલબ્ધ છે. સિંગલ ચાર્જ પર, આ બાઇક 440-450 કિમી સુધી ચાલવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે EV મોડમાં તેની ટોપ સ્પીડ 60 કિમી પ્રતિ કલાક હોવાનું કહેવાય છે.