Bajaj CT125X price and features: ભારતની પોપુલર દ્રિચક્રી વાહન નિર્માતા કંપની બજાજ એક નવી બાઇક લોન્ચ કરવા જઇ રહ્યું છે. આ 125 સીસીવાળી Bajaj CT125X હશે. બાઇક ડીલરશીપ પર પહોંચવા લાગી છે. એવામાં તેને જલદી જ લોન્ચ થવાના સંકેત મળી રહ્યા છે. આ બાઇકને કંપની ખાસકરીને કોમ્યુટર સેગમેંટના ગ્રાહકો માટે લાવવામાં આવી રહી છે. એટલે કે આ બાઇક ઓછી કિંમતમાં સારી માઇલેજ આપનાર હશે. એવામાં જો તમે પણ એક નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ રાહ જુઓ. અહીં અમે તમને બાઇકના એન્જીનથી માંડીને ફીચર્સ અને કિંમત સુધીની માહિતી જણાવી રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી છે ડિઝાઇન
અપકમિંગ બજાજ CT125X માં સિંગલ પીસ સીટ, યુએસબી ચાર્જર અને નવા ગ્રાફિક્સ આપવામાં આવશે. બજાજ CT125X ને એક ડીલરશીપ પર જોવા મળી છે. AUTO TRAVEL TECH નામની યૂટ્યૂબ ચેનલે તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. બાઇકની ડિઝાઇન અને એન્જીન અને એન્જીન લેઆઉટ બિલકુલ હાલની CT110X જેવી દેખાઇ છે.

ડ્રોન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે ખુશખબરી, ડ્રોન પાયલટ બનો કરો તગડી કમાણી


બ્લેક અને રેડ શેડ ઉપરાંત તેને એક નવા ડુઅલ-ટોન ગ્લોસી બ્લેક અને ગ્રીન શેડ પણ આપવામાં આવ્યો છે. હાલ CT110X ના મુકાબલે અપકમિંગ CT125X માં બોડી પેનલ પર નવા ગ્રાફિક્સ મળે છે. જોકે સૌથી મોટા અપડેટ તેના સીટ ડિઝાઇન અને હેન્ડલબાર ક્લેમ્પ પર લાગેલ યુએસબી ચાર્જ છે. 


CT125X માં સાધારણ ટાયર આપવામાં આવી શકે છે, જ્યારે CT110X ડુઅલ પર્પઝ ટાયર મળે છે. એવું લાગે છે કે તેનું એન્જીન ડિસ્કવર 125 માંથી લેવામાં આવ્યું છે. કુલ મળીને બિલ્ડ ક્વોલિટી સારી દેખાય છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાઇકની કિંમત 80 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube