આ બેટરી 15 મિનિટમાં જ ઇલેક્ટ્રિક ગાડીને કરી દેશે ચાર્જ, જાણો સુવિધા
આગામી સમય ઇલેક્ટ્રિક કારો અથવા વાહનોનો હશે. વાહન કંપનીઓ તેના પર જોરશોરથી કામ કરી રહી છે. પરંતુ તેમાં એક પડકાર છે બેટરી. જલદી ગાડીઓને ચાર્જ કરવાનો પડકાર છે. પરંતુ એક સ્ટાર્ટઅપે એવી બેટરી બનાવી છે જે માત્ર 15 મિનિટમાં જ ઇલેક્ટ્રિક ગાડીને ચાર્જ કરી દેશે. કંપનીનું માનવું છે કે તેનાથી ઇલેક્ટ્રિક વાહન સામાન્ય લોકો માટે સસ્તા થઇ શકે છે અને આ તરફ લોકોનો ઘસારો વધશે.
બેટરીની પેટેંટ લેવાની બાકી
મુંબઇના સ્ટાર્ટઅપ ગીગાડાઇન એનર્જીએ આ ખાસ બેટરી તૈયાર કરી છે. જોકે કંપનીને તેની પેટેંટ મળી નથી. તેમનું કહેવું છે કે અમે તેની આંતરરાષ્ટ્રીય પેટેંટ માટે પ્રયત્ન કરીશું. કંપનીનું કહેવું છે કે આ બેટરીની ક્ષમતામાં અને વધારો કરી શકાય છે. સાથે જ તેમનો આ દાવો છે કે વર્તમાન સમયમાં ઉપયોગ થનારી લીથિયમ આધારિત બેટરીની તુલનામાં આ વધુ સક્ષમ છે.
ક્રિસમસના અવસર પર WhatsApp એ આપી ભેટ, તમારી સેલ્ફીને આપો આવો અંદાજ
બેટરી છે મોટો પડકાર
સ્ટાર્ટઅપ ગીગાડાઉન એનર્જીના સંસ્થાપક અને સીઇઓ જુબીન વર્ગીઝે કહ્યું કે હાલ ઇલેક્ટ્રિક વાહનોની કુલ કિંમતમાં 40 ટકા સુધી તેમની બેટરીનો ભાવ હોય છે. એવામાં બેટરીની કિંમત ઘટાડવી ખૂબ જરૂરી છે. કિંમત ત્યારે ઘટશે જ્યારે ચાર્જ કરવાનો સમય ઓછો થશે. ભારત વર્ષ 2030 સુધી સો ટકા રસ્તા પર બેટરીથી સંચાલિત એટલે કે ઇલેક્ટ્રિક ગાડીઓને જોવા માંગો છો. એવામાં આજે ઇલેક્ટ્રિક વાહનોના ભાવ એક મોટો ભાગ બેટરીનો હોય છે. એટલા માટે સંભવત: બેટરી ઉત્પાદન ઉદ્યોગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે.
Reliance Jio અને Airtel ને ટક્કર આપશે Vodafone Idea ની ન્યૂ ઈયર ઓફર
ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાનો મોટો સ્ત્રોત છે. વર્ષ 2006માં જ્યારે લીથિયમ આયન બેટરીની માંગ સામે આવી હતી, ત્યારથી માંડીને 2016 સુધી આ બેટરીઓને દુનિયાભરમાં માંગમાં 50 ટકાનું યોગદાન કર્યું. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે આ બેટરી ચાર્જ કરવામાં લાંબો સમય લે છે, એવામાં આ ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરવા માટે આ વ્યવહારિક રીતે યોગ્ય નથી. આપણે ઝડપથી ચાર્જ કરનાર ટેક્નોલોજી પર કામ કરવું પડશે.