90km ની માઇલેજ આપનાર નવું સ્કૂટર લોન્ચ, કિંમત માત્ર 63,555 રૂપિયા
ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી સ્પષ્ટ છે કે આગામી સમય ઇલેક્ટ્રિક ગાડીઓનો છે. તેને જોતાં દિગ્ગજ ઓટો કંપનીઓ ઉપરાંત નવી કંપનીઓ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લાવી રહી છે. જયપુરની સ્ટાર્ટઅપ કંપની BattRE એ દેશમાં નવી ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. તેની કિંમત 63,555 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે એકવાર ફૂલ ચાર્જ થતાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર 90 કિલોમીટર સુધી દોડશે. BattRE નું આ ઇલેક્ટ્રિક સ્કૂટર પાંચ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી સ્પષ્ટ છે કે આગામી સમય ઇલેક્ટ્રિક ગાડીઓનો છે. તેને જોતાં દિગ્ગજ ઓટો કંપનીઓ ઉપરાંત નવી કંપનીઓ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લાવી રહી છે. જયપુરની સ્ટાર્ટઅપ કંપની BattRE એ દેશમાં નવી ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. તેની કિંમત 63,555 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે એકવાર ફૂલ ચાર્જ થતાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર 90 કિલોમીટર સુધી દોડશે. BattRE નું આ ઇલેક્ટ્રિક સ્કૂટર પાંચ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
LG એ લોન્ચ કર્યો ટ્રિપલ રિયર કેમેરાવાળો LG X6, જાણો કિંમત અને ફીચર્સ
સ્કૂટરના ફ્રંટ એપ્રન પર એલઇડી હેડલાઇટ આપવામાં આવી છે. ટેલ લેમ્પ અને ઇંડિકેટર્સ પણ એલઇડી છે. રાઉન્ડ હેડલેમ્પ અને રિયર વ્યૂ મિરર્સને રેટ્રો લુક આપે છે. આ ઉપરાંત સ્કૂટરમાં હેંડલબાર પર બ્લેક ફ્લાઇ સ્ક્રીન, ડિજિટલ ઇંસ્ટ્રૂમેંટ કંસોલ, કીલેસ ઇગ્નિશન, એન્ટી થેફ્ટ એલાર્મ સિસ્ટમ અને યૂએસબી ચાર્જર જેવા ફીચર્સ છે. આ ઇંસ્ટ્રૂમેંટ કંસોલ એલસીડી છે, જેના પર બેટરીનો ઉપયોગ, સ્પીડ, ટેંપરેચર, ઓડોમીટર અને સ્કૂટરમાં કોઇ ખામી સંબંધિત જાણકારી મળે છે.
Xiaomi Mi 9T, Mi 9T Pro થયો લોન્ચ, જાણો ફીચર્સ
યૂજર્સની અનુકૂળતા માટે સ્કૂટરના ફ્રંટ એપ્રનની પાછલ એક બોટલ હોલ્ડર આપવામાં આવી છે. તેમાં સીટની નીચે સ્ટોરેજની વધારાની જગ્યા છે. સ્કૂટરમાં 10-ઇંચના એલોય વ્હીલ્સ અને ટ્યૂબલેસ ટાયર છે. ઇલેક્ટ્રિક સ્કૂટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 150mm છે. તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે.
સામાન્ય ઇલેક્ટ્રિક સ્કૂટર
BattRE ના આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 48V 30 Ah લિથિયમ આયન બેટરી પેક આપવામાં આવ્યું છે. એકવાર ફૂલ ચાર્જ થતાં તેની રેંજ 90 કિલોમીટર છે. બેટરીનું વજન 12 કિલોગ્રામ છે. તો બીજી તરફ સ્કૂટરનું વજન માત્ર 64 કિલોગ્રામ છે, જે તેને દેશમાં હાલનું સૌથી હલકું ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાંથી એક બનાવે છે. સ્કૂટરના ફ્રંટ અને રિયર બંને તરફ ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે.
દિલ્હીમાં શરૂ થયું પહેલું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન, સરળતાથી ચાર્જ થશે ઇ-કાર
ફૂલ ચાર્જ બાદ ઓટોમેટિક પાવર કટ-ઓફ
આ સ્કૂટરમાં એક ઓટોમેટિક કટ-ઓફ મિકેનિઝમ છે, જે બેટરી ફૂલ ચાર્જ થયા બાદ પાવર કટ-ઓફ કરી દે છે. અત્યારે આ સ્કૂટરને કોઇ નામ આપવામાં આવ્યું નથી, પરંતુ તેને ઇ-સ્કૂટર કહેવામાં આવી રહ્યું છે. હાલ આ સ્કૂટર ફક્ત નાગપુર, હૈદ્વાબાદ, અનંતપુર અને કુરનૂલ જેવા શહેરોમાં ઉપલબ્ધ છે. જૂનના અંત સુધી પૂણે, વિઝાગ, અને વારંગલમાં ડીલરશિપ અને સર્વિસ સેંટર ખોલવામાં આવશે. કંપની વર્ષ 2019ના અંત સુધી દેશભરમાં 50 ડિલરશિપ ખોલવાની તૈયારીમાં છે.