Automatic SUVs Under 10 Lakhs: આજકાલ, વધતી જતી  શહેરી વસ્તી અને વ્યસ્ત લાઇફસ્ટાઇલના લીધે કાર મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઇ છે. જ્યારે વાત કારની હોય, તો એસયૂવી પોતાની ઉંચી સીટો, મોટા ઇંટીરિયર અને મજબૂત બનાવટના કારણે લોકપ્રિય ઓપ્શન બની રહી છે. તેમાં પણ જો તમે ઓતોમેટિક એસયૂવી ખરીદો છો તો વારંવાર ગિયર બદલવા અને ક્લચ મારવામાંથી છુટકારો મળે છે. 10 લાખથી ઓછી કિંમતમાં ઘણી શાનદાર ઓટોમેટિક એસયૂવી છે, જેને તમે ખરીદી શકો છો. તેમાંથી 5 ઓટોમેટિક કારો વિશે જણાવી રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડપતિ બનવું હોય તો અપનાવો 15x15x15 ની ફોર્મ્યૂલા, રોજ કરો માત્ર 500 રૂ.નું રોકાણ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદનો પડકાર, આવી હોઇ શકે છે બંને ટીમોની પ્લેઇંગ 11


10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક એસયૂવી આરામ, સુવિધા, સારી માઇલેજ, ઓછું મેન્ટેનસ અને સારી સેફ્ટી સાથે આવે છે. જો તમે એક સ્ટાઇલિશ અને પાવરફૂલ એસયૂવીની શોધમાં છો જે તમારા શહેર અને હાઇવે બંને પર સારુ પરર્ફોમન્સ આપે, તો 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક એસયૂવી તમારા માટે એક શાનદાર વિકલ્પ બની શકે છે. 


મોટી સીટવાળા ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટરની લોન્ચ ડેટ આવી નજીક, 999 રૂપિયામાં કરાવો બુક
Neechbhang Rajyog 2024: મીન રાશિમાં બનશે નીચ ભંગ રાજયોગ, થશે તગડો લાભ, આ રાશિઓના બગડશે કામ


10 લાખથી સસ્તી ઓટોમેટિક એસયૂવી
10 લાખથી સસ્તી ઓટોમેટિક એસયૂવીમાં તમે આ 5 કારો અંગે વિચાર કરી શકો છો- 


Nissan Magnite: 
નિશાન મેગ્નાઇટ (Nissan Magnite) ભારતની સૌથી સસ્તી SUV જ નથી, પરંતુ તે સૌથી સસ્તી ઓટોમેટિક SUV પણ છે. મેગ્નાઈટના ઓટોમેટિક મોડલની એક્સ-શોરૂમ કિંમત માત્ર 6.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 1.0 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.0 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન વિકલ્પો છે. પાવર ટ્રાન્સમિશન માટે, XE વેરિઅન્ટમાં 5 સ્પીડ ગિયરબોક્સ મળશે.


કાળઝાળ ગરમી બોડીને ઠંડુગાર રાખશે આ વસ્તુઓ, આજથી શરૂ કરી દો સેવન મળશે અઢળક ફાયદા
પરીક્ષા વિના 68000 પગારવાળી નોકરી જોઇએ છે? તો ONGC માં તાત્કાલિક કરો અરજી


Renault Kiger: 
રિનોલ્ટ કાઇગર (Renault Kiger) પણ બે એન્જિન વિકલ્પો સાથે આવે છે. તેમાં 1.0 લિટર પેટ્રોલ અને 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનના વિકલ્પો છે. કારમાં 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળશે. કિગર રૂ. 10 લાખથી ઓછી કિંમતની ઓટોમેટિક એસયુવીમાં પણ એક પોસાય તેવી એસયુવી છે. તેના ઓટોમેટિક વેરિઅન્ટની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 7.10 લાખ રૂપિયા છે.


તડકામાં કાળી પડી ગયેલી સ્કીનને દૂધ જેવી ગોરી કરી દેશે આ ઘરેલુ ઉપાય, ઉનાળો અપનાવો ખાસ
બેવકૂફ બનશો નહી...સિઝન આવી ગઇ છે શીખી લો તરબૂચ ખરીદવાની ટિપ્સ, મધ જેવું મીઠું નિકળશે


Tata Punch: 
ભારતની સૌથી સુરક્ષિત એસયુવી (SUV) માં સામેલ ટાટા પંચ (Tata Punch) ઓટોમેટિક SUVમાં સમાવેશ થાય છે. પંચમાં 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ એન્જિનથી પાવર મળે છે. ટાટાની SUV 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. ટાટા પંચ એડવેન્ચર ઓટોમેટિક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.60 લાખ છે.


Hyundai Exter: 
હ્યુન્ડાઇ એક્સટર (Hyundai Exeter) ના દરેક વેરિઅન્ટ 6 એરબેગ્સ સાથે આવે છે. એક્સેટરની એસયુવીને સેફ્ટીની દૃષ્ટિએ સારી માનવામાં આવે છે. હ્યુન્ડાઇ એક્સટર (Hyundai Exeter) 1.2 લિટર ચાર સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ એન્જિન દ્વારા સંચાલિત છે. એક્સેટરમાં ઓટોમેટિક વેરિઅન્ટ S વેરિઅન્ટથી શરૂ થાય છે. હ્યુન્ડાઇ એક્સટર (Hyundai Exeter) ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 8.23 ​​લાખ રૂપિયા છે.


પરસેવાની વાસ લોકો સામે અનુભવવી પડે છે શરમ, આ ટિપ્સ દૂર થશે સમસ્યા
જાણવા જરૂરી છે ગુવાર અને કારેલાના આ અદભુત ફાયદા, ડાયાબિટીસ માટે સૌથી ઉત્તમ


Maruti Suzuki Fronx: 
મારુતિ સુઝુકીની નવી એસયૂવી ફ્રોન્ક્સ (Maruti Suzuki Fronx) પણ સસ્તું ઓટોમેટિક SUV માં સામેલ છે. તેમાં 1.2 લિટર ચાર સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો પાવર મળે છે. પાવર ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. ઓટોમેટિક વર્ઝન ફ્રન્ટના ડેલ્ટા વેરિઅન્ટથી શરૂ થાય છે, જેની એક્સ-શોરૂમ કિંમત 8.88 લાખ રૂપિયા છે.


કોણ હતા તે ક્રાંતિકારી જેમનો અસ્થિ કળશ પોતાના ખભા પર લાવ્યા હતા મોદી?
સરકાર આપે છે ગેરંટી: આટલા મહિનામાં તો પૈસા ડબલ, જોજો સગા વ્હાલાં કે પડોશી ના રહી જાય


ઓટોમેટિક કારના ફાયદા
ઓટોમેટિક ટ્રાંસમિશન તમને ક્લચ અને ગિયર બદલવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવે છે. તેનાથી શહેરમાં ગાડી ચલાવતી વખતે આરામ અને સુવિધા મળે છે. આ ખાસકરીને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં અને ટ્રાફિક જામમાં ફાયદાકારક હોય છે. આ ઉપરાંત મેન્યુઅલ કારોની તુલનામાં ઓટોમેટિક કાર્સ વધુ માઇલેજ આપે છે. જો તમારી પાસે 10 લાખ સુધીનું બજેટ છે તો આ એસયૂવી સૌથી સસ્તા ઓપ્શન છે.