જાણવા જરૂરી છે ગુવાર અને કારેલાના આ અદભુત ફાયદા, ડાયાબિટીસ માટે સૌથી ઉત્તમ

Gawar Phali Bitter Gourd Benefits: લીલા શાકભાજીમાં લોહ અને કેલ્શિયમની ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. લીલા શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. 

જાણવા જરૂરી છે ગુવાર અને કારેલાના આ અદભુત ફાયદા, ડાયાબિટીસ માટે સૌથી ઉત્તમ

Guar and Karela Health Benefits: લીલા શાકભાજીમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ખનિજો મળે છે. શાકભાજીમાં બધા પોષણ તત્વો જોવા મળે છે..સ્વસ્થ આહાર મગજ માટે વધુ ફાયદાકારક છે. નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી તમારું આરોગ્ય વધુ સારું રહેશે અને તમે હંમેશાં યુવાન દેખાશો. તાજા શાકભાજી દરરોજ ખાવાના ઘણા ફાયદા છે. શાકભાજીમાં ઓછી ચરબી અને કેલરી હોય છે, જેનું સૌથી મોટું કારણ છે કે શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં પાણી હાજર હોય છે. શાકભાજીના નિયમિત વપરાશ થકી, આપણે આપણા સ્વાસ્થ્યને સુધારી શકીએ છીએ.

લીલા શાકભાજીમાં લોહ અને કેલ્શિયમની ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. લીલા શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. 

શાકભાજીમાં રહેલા આયર્ન અને કેલ્શિયમ આપણા વાળને ખરતા અટકાવે છે. લીલા શાકભાજીમાં વિટામીન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નનો સમાવેશ થાય છે. શાકભાજીમાં પોટેશિયમ હોવાથી હાયપરટેન્શન ઘટાડે છે. મહત્વની વાત એ છે કે આપણા શરીરમાં પોષણને પરિપૂર્ણ કરવા માટે લીલા શાકભાજી કરતાં વધુ સારૂ કંઈ જ નથી.

ગુવાર:
લીલાછમ ગુવાર અચૂક તમને મળશે અને ઘણા લોકો ગુવારને જોઇને જ મો બગાડતા હોય છે પરંતુ તેઓ પણ જો ગુવારના આ ફાયદાને જાણશે તો ચોક્કસથી ચાલુ કરી દેશે ખાવાનુ. માટે ગુવારનુ શાક બનાવીને પણ ખાવામા આવે છે અને ગુવાર ઢોકળી બનાવીને પણ ખાવામા આવે છે માટે ગુવારના અદભુત ફાયદા ચોક્કસથી જાણવા જેવા છે.

હ્રદય માટે ખુબ ફાયદાકારક ગુવારમા કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ અતિ ઉત્તમ ગુણ હોય છે. અને તેમા ફાઈબર અને પોટેશિયમ ભરપૂર માત્રામા હોય છે. જેના કારણે શરીરમા કોલેસ્ટ્રોલ વધતુ અટકાવે છે અને જે હ્રદય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.ગુવાર ખાવાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા કેલ્શિયમ અને મિનરલ અને પોષક તત્વો હોય છે જેનાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા ફોસ્ફરસ પણ સારી માત્રામા હોય છે માટે જે હાડકા મજબૂત બનાવે છે.

ગુવાર ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે જો આ શાકનું નિયમિત સેવન કરવાથી શરીરની સુગરમા ઘટાડો થાય છે અને ઈન્સ્યુલિનની માત્રામા વધારો થાય છે.ગુવાર બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે અને ગુવારમા હાઈપોગ્લેસેમિક અને હાઇપોલિપિડેમિક હોય છે જેનાથી હાઇપર ટેન્શનને દૂર ભગાડે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે. ગર્ભાવસ્થા દરમિયાન તો ગુવારનુ ખાસ સેવન કરવુ જ જોઇએ કારણ કે ગુવારના શાકનુ સેવન કરવાથી શરીરના બધા જ પોષકતત્વોની ખોટ પૂરાઇ જાય છે અને ગુવારમા ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

કારેલા:
કારેલામાં ખૂબ જ પ્રમાણમાં વિટામીન એ, બી અને સી મળી આવે છે. આ ઉપરાંત કેરોટીન, લુટિન, ઝીંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેગનીઝી જેવા તત્વો મળી આવે છે.કારેલામાં રહેલા ખનીજ અને વિટામીન શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે જેનાથી કેન્સર જેવી બિમારીનો સામનો કરી શકાય છે. કડવા કારેલામાં અઢળક પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન મળી આવે છે. 

કારેલાનું સેવન આપણે ઘણા રૂપોથી કરી શકીએ છીએ. આપણે ઇચ્છીએ તો એનો જ્યુસ પણ પી શકીએ છીએ. શાક અથવા અથાણું બનાવી શકીએ છીએ.કારેલા ઠંડા હોય છે એટલા માટે આ ગરમીથી પેદા થયેલી બિમારીઓના સારવાર માટે ખૂબ લાભકારી છે. જો તમારી પાચન શક્તિ નબળી હોય તો કારેલાનું દરરોજ સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news