નવી દિલ્હીઃ બેસ્ટ ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે iPhone 13 ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારી તક છે. iPhone 14 લોન્ચ થયા પહેલા ફ્લિપકાર્ટ પર iPhone 13 બમ્પર છૂટની સાથે ઉપલબ્ધ છે. આઈફોન 13નું બેસ મોડલ (128 જીબી) ફ્લિપકાર્ટ પર 73,909 રૂપિયાની પ્રાઇઝ ટેગ સાથે લિસ્ટ છે. ફોનને તમે એક્સચેન્જ ઓફરમાં 19 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. ફુલ એક્સચેન્જ બોનસ અને એડિશનલ ડિસ્કાઉન્ટ્સની સાથે 73909 રૂપિયાનો આ ફોન 54,909 રૂપિયામાં તમારો થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 13 ના ફીચર્સ અને સ્પેસિફિકેશન
આઈફોન 13માં કંપની પાવરફુલ A15 બાયોનિક ચિપસેટ આપી રહી છે. ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં તમને 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે જોવા મળશે. ફોટોગ્રાફી માટે ફોનમાં એલઈડી ફ્લેશ સાથે 12 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરો મળશે. આ કેમેરાથી તમે 4K ડોલ્બી વિઝન  HDR વીડિયો શૂટ કરી શકો છો. સેલ્ફી માટે કંપની તેમાં નાઇટ મોડની સાથે 12 મેગાપિક્સલનું TrueDepth સેન્સર આપી રહી છે. બેટરીની વાત કરીએ તો કંપની અનુસાર ફુલ ચાર્જમાં 17 કલાકની પ્લેબેક ઓફર કરે છે. 


આ પણ વાંચોઃ 8 વેરિએન્ટ્સમાં લોન્ચ થશે અલ્ટો K10, આટલું પાવરફૂલ હશે એન્જીન, જાણો ખૂબીઓ


આ ફીચર્સ સાથે આવી શકે છે iPhone 14
એપલ પોતાની આઈફોન 14 સિરીઝના હેન્ડસેટ્સને સપ્ટેમ્બરમાં લોન્ચ કરી શકે ચે. આ સિરીઝમાં ચાર આઈફોન iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Max અને iPhone 14 Pro Max લોન્ચ કરી શકાય છે. સ્ક્રીન સાઇઝની વાત કરીએ તો આઈફોન 14 અને આઈફોન 14 પ્રોમાં કંપની 6.1 ઇંચની ડિસ્પ્લે આપી શકે છે. તો આઈફોન 14 મેક્સ અને આઈફોન 14 મેક્સ પ્રોમાં 6.7 ઇંચની ડિસ્પ્લે આપી શકે છે. 


આઈફોન 14 સિરીઝની સાથે કંપની કેમેરા સેટઅપમાં મોટો ફેરફાર કરી શકે છે. લીક રિપોર્ટ પ્રમાણે નવી સિરીઝના પ્રો વેરિએન્ટમાં એપલ 48 મેગાપિક્સલ ત્રિપલ કેમેરા સેટઅપ ઓફર કરી શકે છે. આ સિવાય આઈફોન 14 સિરીઝમાં યૂઝર્સને સારી બેટરી લાઇફ મળી શકે છે. ઓએસની વાત કરીએ તો નવો આઈફોન  iOS 16 આઉટ ઓફ ધ બોક્સ પર કામ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube