નવી દિલ્હીઃ Prepaid Plans: ભારતની ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓ રિલાયન્સ જીયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઈડિયા  (Vi) માં સૌથી વધુ ગ્રાહકોને આકર્ષિત કરવાની હોડ લાગી રહી છે. તેથી આ કંપનીઓ અલગ-અલગ પ્રકારના પ્લાન માર્કેટમાં રજૂ કરતી રહે છે. આજે અમે તમને આવી કંપનીઓના કેટલાક પસંદગીના પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio: 199 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
તેમાં યૂઝર્સને દરરોજ 100SMS ની સાથે 1.5GB ડેટા મળે છે.
તેમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે.
આ રિચાર્જ પેકમાં જીયો ટીવી, ન્યૂઝ, મૂવી અને ક્લાઉડનું એક્સેસ ફ્રીમાં આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ iPhone 13 સિરીઝની ભારતમાં આટલી હશે કિંમત, 17 સપ્ટેમ્બરથી કરી શકશો ઓર્ડર


Jio : 399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.
દરરોજ 100SMS ની સાથે 1.5GB ડેટા મળે છે.
અનલિમિટેડ કોલિંગ પણ સુવિધા મળે છે.
રિચાર્જ પેકમાં જીયો ટીવી, ન્યૂઝ, મૂવી અને ક્લાઉડનું એક્સેસ ફ્રીમાં આપવામાં આવે છે. 


Airtel: 249 રૂપિયાનો પ્લાન
આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ  5GB ડેટા અને 100SMS મળે છે.
યૂઝર્સને ફ્રી કોલિંગની સુવિધા મળે છે.
આ પ્લાનની સાથે એમેઝોન પ્રાઇમ વીડિયો, એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ પેકની વેલિડિટી 28 દિવસ છે. 


આ પણ વાંચો- આવી ગયા સસ્તા ફોન, HD+ ડિસ્પ્લે સાથે Nokia G10 અને Nokia C01 Plus લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ  


Airtel: 399 રૂપિયાનો પ્લાન
દરરોજ 1.5GB ડેટા અને  100SMS મળે છે.
પ્લાનની સાથે ફ્રી કોલિંગની સુવિધા મળે છે.
આ પ્લાનની સાથે એમેઝોન પ્રાઇમ વીડિયો, એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
વેલિડિટી 56 દિવસની છે. 


Vi: 249 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. 
આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5જીબી ડેટા મળે છે.
કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા.
પ્લાનમાં લાઇવ ટીવી, વીકેન્ડ ડેટા રોલઓવર અને વીઆઈ મૂવી જેવા લાભ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube