iPhone 13 સિરીઝની ભારતમાં આટલી હશે કિંમત, 17 સપ્ટેમ્બરથી કરી શકશો ઓર્ડર

કંપની પોતાની નવી સિરીઝના આઈફોન્સની સાથે બેસ વેરિએન્ટની શરૂઆત 128જીબીથી કરી રહી છે. જો તમે લેટેસ્ટ આઈફોન ખરીદવાનું મન બનાવી રહ્યાં છો તો અમે તમને તેની કિંમત અને ભારતમાં ઉપલબ્ધતા વિશે જાણકારી આપી રહ્યાં છીએ. 
 

iPhone 13 સિરીઝની ભારતમાં આટલી હશે કિંમત, 17 સપ્ટેમ્બરથી કરી શકશો ઓર્ડર

નવી દિલ્હીઃ Apple એ 14 સપ્ટેમ્બરે પોતાની iPhone 13 સિરીઝના સ્માર્ટફોનને લોન્ચ કરી દીધા છે. આ સિરીઝ હેઠળ iPhone 13, iPhone 12 Mini, iPhone Pro અને iPhone 13 Pro Max ની એન્ટ્રી થઈ છે. આઈફોન 13 સિરીઝ ભારતમાં આવવા તૈયાર છે. ખાસ વાત છે કે આઈફોન 13 સિરીઝની કિંમત લગભગ પાછલા વર્ષ બરાબર છે. 

કંપની પોતાની નવી સિરીઝના આઈફોન્સની સાથે બેસ વેરિએન્ટની શરૂઆત 128જીબીથી કરી રહી છે. જો તમે લેટેસ્ટ આઈફોન ખરીદવાનું મન બનાવી રહ્યાં છો તો અમે તમને તેની કિંમત અને ભારતમાં ઉપલબ્ધતા વિશે જાણકારી આપી રહ્યાં છીએ. 

આઈફોન 13 સિરીઝની કિંમત
એપલ આઈફોન 13 મિનીની કિંમત ભારતમાં 69,900 રૂપિયાથી શરૂ થશે. તો વાત આઈફોન 13ની કરીએ તો તેની શરૂઆતી કિંમત 79,900 રૂપિયા છે. એપલના આ બંને સ્માર્ટફોન 128જીબી, 256 જીબી અને 512જીબી રેમ વેરિએન્ટમાં આવશે. બંને લેટેસ્ટ આઈફોન ભારતમાં 5 કલર ઓપ્શન- મિડનાઇટ, બ્લૂ, પિંક, સ્ટારલાઇટ અને પ્રોડક્ટ રેડમાં ઉપલબ્ધ થશે. 

લેટેસ્ટ આઈફોન સિરીઝના પ્રો વેરિએન્ટ એટલે કે આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સની શરૂઆતી કિંમત ક્રમશઃ 1,19,900 રૂપિયા અને 1,29,900 રૂપિયા હશે. આ બંને આઈફોન ગ્રેફાઇટ, ગોલ્ડ, સિલ્વર અને નવા સિએરા બ્લૂ કલર વેરિએન્ટમાં આવશે. સ્ટોરેજ ઓપ્શનના કિંમતની વાત કરીએ તો બંને સ્માર્ટફોન 128જીબી, 256 જીબી, 512જીબી અને 1ટીબીના ઇન્ટરનલ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ થશે. 

ક્યારથી શરૂ થશે સેલ?
એપલ આઈફોન 13 સિરીઝની સેલ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર શરૂ થશે. આ સિવાય યૂઝર એપલ આઈફોન 13 સિરીઝના સ્માર્ટફોન્સને એપ સ્ટોર પરથી પણ ખરીદી શકશે. સ્માર્ટફોનનું શુક્રવાર 17 સપ્ટેમ્બરથી પ્રી-બુકિંગ કરાવી શકશો અને તેનું શિપિંગ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news