Maruti Grand Vitara: Hyundai Creta કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં સ્ટ્રોન્ગ પોઝીશનમાં છે. ગયા વર્ષે, મારુતિ સુઝુકીએ ગ્રાન્ડ વિટારા લૉન્ચ કરીને સેગમેન્ટમાં કોમ્પીટીશન વધારી છે. તાજેતરમાં જ મારુતિએ ગ્રાન્ડ વિટારાના CNG વેરિઅન્ટ્સ પણ લોન્ચ કર્યા છે. એટલું જ નહીં ગ્રાન્ડ વિટારાની બ્લેક એડિશન પણ લોન્ચ કરવામાં આવી છે. ગ્રાન્ડ વિટારાની કિંમત રૂ. 10.45 લાખથી રૂ. 19.65 લાખ વચ્ચે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે સિગ્મા, ડેલ્ટા, ઝેટા, ઝેટા+, આલ્ફા અને આલ્ફા+ ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. સ્ટ્રોંગ હાઇબ્રિડ પાવરટ્રેન Zeta Plus અને Alpha Plus વેરીઅન્ટમા પણ ઉપલબ્ધ છે જ્યારે CNG કિટ ડેલ્ટા અને Zeta વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ 5 સીટર SUV છે.



ગ્રાન્ડ વિટારા ત્રણ પાવરટ્રેન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે - 1.5-લિટર પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ (103PS), 1.5-લિટર પેટ્રોલ સ્ટ્રોંગ-હાઇબ્રિડ (116PS) અને 1.5-લિટર પેટ્રોલ-CNG (87.83PS/121.5Nm).


આ પણ વાંચો:
Auto Update System: હવે તમામ ડિજીલોકર દસ્તાવેજો આધારથી થશે ઓટો અપડેટ
Income Tax: આ વખતે કેટલો રહેશે તમારો ઈન્કમ ટેક્સ? આ રીતે ઝડપથી કરો ગણતરી
બુધવારે કરી લો આ ખાસ કામ, આર્થિક ઉન્નતિ સાથે દરેક સમસ્યાઓનું મળશે સમાધાન



હળવા-હાઇબ્રિડ એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ છે. સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિન માત્ર e-CVT ગિયરબોક્સ સાથે આવે છે જ્યારે CNG મોડલમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે.



આમાં ઓલ વ્હીલ ડ્રાઈવનો વિકલ્પ માત્ર ટોપ માઈલ્ડ-હાઈબ્રિડ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જે 19.38 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઈલેજ આપી શકે છે. સ્ટ્રોંગ હાઇબ્રિડ સેટઅપમાં કાર 27.97 kmplની માઇલેજ આપી શકે છે.



તેમાં 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 360 ડિગ્રી કેમેરા, હેડ-અપ ડિસ્પ્લે, એમ્બિયન્ટ લાઇટિંગ, છ એરબેગ્સ, EBD સાથે ABS અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ જેવી સુવિધાઓ છે.


આ પણ વાંચો:
હોલિકા દહન વચ્ચે વરસાદથી લોકોમાં પેઠો અપશુકનનો ડર, અશુભના સંકેતોથી વધી ચિંતા...
Gas Leak Detector:ઘરમાં લગાવો આ ડિવાઈસ, ગેસ સિલિન્ડર લીકની કરશે જાણ
Watch Video: હોટ થવાના ચક્કરમાં ઉર્ફીએ બ્રાલેટ સાથે પહેર્યું એવું સ્કર્ટ...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube