Airtel Plans Revised: એરટેલ ગ્રાહકોને મોટો ફટકો! કંપનીએ આ 4 પ્લાન્સના બેનિફિટ્સમાં કર્યો ઘટાડો
Airtel Postpaid Plans Benefits Revised: હાલમાં જ ટેલિકોમ કંપની એરટેલે તેના ચાર લોકપ્રિય રિચાર્જ પ્લાન્સના બેનિફિટ્સમાં ઘટાડો કર્યો છે. આવો આ વિશે જાણીએ...
Airtel Revises Benefits for Four Postpaid Plans: પ્રાઈવેટ ટેલિકોમ કંપની એરટેલ ઘણી લોકપ્રિય છે અને તેના ગ્રાહકોને સમય-સમય પર આકર્ષક રિચાર્જ પ્લાન ઓફર કરે છે. એરટેલના ઘણા એવા પ્લાન્સ છે જેમાં જબરદસ્ત ઓટીટી બેનિફિટ્સ મળે છે. હાલમાં જ એરટેલે તેના ચાર પોસ્ટપેડ પ્લાન્સના ફાયદામાં ઘટાડો કર્યો છે. આવો આ નવા ફેરફાર વિશે ડિટેલમાં જાણીએ...
એરટેલે પ્લાન્સના બેનિફિટ્સમાં કર્યો ઘટાડો
TelecomTalk ના હિસાબથી એરટેલે હાલમાં જ તેના ચાર લોકપ્રિય પોસ્ટપેડ પ્લાન્સના બેનિફિટ્સમાં ઘટાડો કર્યો છે. આ ચાર પ્લાન્સ જેની કિંમત 499 રૂપિયા, 999 રૂપિયા, 1199 રૂપિયા અને 1599 રૂપિયા છે. એમેઝોન પ્રાઈમ વીડિયોના એક વર્ષના સબ્સક્રિપ્શન સાથે અન્ય ઘણા બેનિફિટ્સ મળતા હતા. હવે એરટેલે આ પ્લાન્સમાં એમેઝોન પ્રાઈમ વીડિયોના સબ્સક્રિપ્શનને 1 વર્ષથી ઘટાડીને 6 મહિના કરી દીધું છે.
માસ્કની વાપસી, એરપોર્ટ-રેલવે-બસ સ્ટેશન પર માસ ટેસ્ટિંગ... શું આ લોકડાઉનની આહટ છે?
એરટેલના પ્લાન્સમાં મળતા ફાયદા
આવો અહીં જાણીએ એરટેલના આ ફેરફાર બાદ હવે આ પોસ્ટપેડ પ્લાન્સમાં ગ્રાહકોને કયા બેનિફિટ્સ મળી રહ્યા છે...
એરટેલના 499 રૂપિયાના પ્લાન્સમાં કંપની એક મહિના માટે 75 GB ડેટા, 200 GB નો રોલોવર ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજના 100 એસએમએસ આપી રહી છે. આ સાથે તમને એક વર્ષનું ડિઝ્ની+હોટસ્ટાર મોબાઈલનું સબ્સક્રિપ્શન અને 6 મહિના માટે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ પણ મળશે.
કેજીએફ ચેપ્ટર 2 ને દમદાર બનાવા પાછળ માત્ર 19 વર્ષના છોકરાનો હાથ, જાણો કોણ છે આ ઉજ્જવલ
એરટેલના 999 રૂપિયાના પ્લાન્સમાં કંપની એક મહિના માટે 100 GB ડેટા, 200 GB નો રોલોવર ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજના 100 એસએમએસ આપી રહી છે. આ સાથે ઓટીટી બેનિફિટ્સની વાત કરીએ તો કંપની તમને એક વર્ષનું ડિઝ્ની+હોટસ્ટાર મોબાઈલનું સબ્સક્રિપ્શન અને 6 મહિના માટે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ પણ મળશે. આ પ્લાનમાં બે ફ્રી રેગ્યુલર વોઇસ કનેક્શન પણ સામેલ છે.
જાદુ-ટોનાની આશંકા રાખી મહિલાને નગ્ન કરી ગામમાં ફેરવી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
એરટેલના 1199 રૂપિયાના પ્લાન્સમાં કંપની એક મહિના માટે 150 GB ડેટા, 200 GB નો રોલોવર ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજના 100 એસએમએસ આપી રહી છે. આ સાથે કંપની તમને એક વર્ષનું ડિઝ્ની+હોટસ્ટાર મોબાઈલનું સબ્સક્રિપ્શન અને 6 મહિના માટે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ પણ મળશે. આ પ્લાનમાં બે ફ્રી રેગ્યુલર વોઇસ કનેક્શન પણ સામેલ છે.
મામા સાથે લગ્ન કરવા માંગતી હતી સારા અલી ખાન, છેલ્લી ક્ષણે બધી બાજી બગડી
એરટેલના 1599 રૂપિયાના પ્લાન્સમાં કંપની એક મહિના માટે 250 GB ડેટા, 200 GB નો રોલોવર ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજના 100 એસએમએસ આપી રહી છે. આ સાથે કંપની તમને એક વર્ષનું ડિઝ્ની+હોટસ્ટાર મોબાઈલનું સબ્સક્રિપ્શન અને 6 મહિના માટે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ પણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube