જાદુ-ટોનાની આશંકા રાખી મહિલાને નગ્ન કરી ગામમાં ફેરવી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Viral Video of Women from Maharashtra: મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લામાં એક મહિલાને ડાકણ કહી તેને કથિત રીતે નગ્ન કરી ગામમાં ફરેવવામાં આવી હતી.

જાદુ-ટોનાની આશંકા રાખી મહિલાને નગ્ન કરી ગામમાં ફેરવી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Viral Video of Women from Maharashtra: સતપુડાના પર્વતોમાં એક મહિલાની ડાકણ હોવાની શંકામાં નગ્ન કરી થપ્પડ માર્યા બાદ નંદુબાર જિલ્લાની પોલીસ હરકતમાં આવી છે. આ ઘટના મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાની છે. જ્યાં એક મહિલાને ડાકણ કહી તેને કથિત રીતે નગ્ન કરી ગામમાં ફેરવવાના સમાચાર સામે આવ્યા છે.

ક્યાં બની આ ઘટના?
આ મામલામાં પોલીસ પર આરોપ લાગી રહ્યા હતા કે તે આરોપી ગામના લોકો સામે કેસ નોંધવા માટે તૈયાર નથી. જો કે, હવે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે લોકોને અપીલ કરી છે કે આ નગ્ન મહિલાનો વીડિયો ક્લિપ વાયરલ ના કરે.

આ ઘટના અંગે કોઈને વધારાની માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

મહિલા પર જાદુ-ટોનાનો આરોપ
મહિલા સાથે આ હરકત કરનાર ગામના લોકોનું કહેવું છે કે મહિલા જાદુ-ટોના કરતી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર નાખવામાં આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news