લોન્ચ થઇ 8 ગિયરવાળી કાર! 4.9 સેકન્ડમાં 100kmph રફતાર, 5 લાખમાં થશે તમારી
BMW X3 M40i: BMW નો દાવો છે કે આ કાર 4.9 સેકન્ડમાં 0 થી 100 kmph સુધીની ઝડપ વધારવામાં સક્ષમ છે અને તેની ટોપ સ્પીડ 250 kmph છે.
BMW Cars in india: બીએમડબ્યૂ (BMW) એ તેની X3 SUVનું સ્પોર્ટી વર્ઝન ભારતમાં લોન્ચ કર્યું છે. તેને BMW X3 M40i નામ આપવામાં આવ્યું છે. તે શક્તિશાળી એન્જિન સાથે આકર્ષક ડિઝાઇન ધરાવે છે. તેને ભારતમાં કમ્પલીટલી બિલ્ટ યુનિટ (CBU) તરીકે લાવવામાં આવશે. કંપનીએ તેનું 5 લાખ રૂપિયામાં બુકિંગ શરૂ કરી દીધું છે. એટલે કે, તમે આ કારને તમારા માટે 5 લાખમાં બુક કરાવી શકો છો, જ્યારે તેની પ્રારંભિક કિંમત રૂ. 86.50 લાખ (એક્સ-શોરૂમ, ભારત) છે. ખાસ વાત એ છે કે તેને ભારતમાં મર્યાદિત સંખ્યામાં જ લાવવામાં આવશે.
Asit Modiએ કર્યું યૌન ઉત્પીડન? બબિતા, અંજલી કે મીસિસ સોઢીમાંથી કોને લગાવ્યા આરોપ
પતિ GF સાથે બાઈકમાં ફરતો હતો અને CCTVનો મેમો ફોટા સાથે પત્નીને પહોંચ્યો, પછી..
શું તમે પણ ઓફિસમાં ટીફીન ફરીથી ગરમ કરીને ખાવાની ટેવ છો? તો એકવાર વાંચી લેજો
કેવી છે BMW X3 M40i:
SUV એ M340i સેડાન જેવા જ એન્જિનથી સજ્જ છે જે 3.0-લિટર, 6-સિલિન્ડર ઇન-લાઇન પેટ્રોલ એન્જિન છે. આ એન્જિનનો પાવર 355 Bhp છે અને પીક ટોર્ક 500 Nm છે. તે 8-સ્પીડ ઓટોમેટિક સ્ટેપટ્રોનિક સ્પોર્ટ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે જે પેડલ શિફ્ટર્સ સાથે આવે છે. BMW નો દાવો છે કે આ કાર 4.9 સેકન્ડમાં 0 થી 100 kmph સુધીની ઝડપ વધારવામાં સક્ષમ છે અને તેની ટોપ સ્પીડ 250 kmph છે.
નાસ્ત્રોદમસે વર્ષો પહેલાં કરી હતી ભવિષ્યવાણી, 2023માં આકાશમાંથી આગ વરસશે
દેશી ખાટલાનો રજવાડી ઠાઠ, 1 લાખ રૂપિયામાં વેચાઇ છે ઓનલાઇન
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
BMW X3 M40i સ્પોર્ટ્સ એડિશન M Sport પેકેજ સાથે આવે છે. આ વાહન એમ-સ્પેશિયલ કિડની ગ્રિલ, હેડલાઇટ, વિંગ મિરર્સ અને ડ્યુઅલ-ટોન, 20-ઇંચના એલોય વ્હીલ્સ સાથે આવે છે. સ્લેટ્સ લાલ રંગના બ્રેક કેલિપર્સ સાથે કાળા રંગમાં ફિનિશ કરવામાં આવ્યા છે. તે સફેદ અને કાળા રંગના વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેના ઈન્ટિરિયરમાં કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે મોટર સ્પોર્ટ 'M' થીમ પર આધારિત છે. તેમાં એમ લેધર સ્ટીયરીંગ વ્હીલ, એમ કલર્સમાં કોન્ટ્રાસ્ટ સ્ટીચીંગ, એમ્બિયન્ટ લાઇટીંગ અને 3-ઝોન ઓટોમેટીક ક્લાઈમેટ કંટ્રોલ જેવી ઘણી સુવિધાઓ મળે છે. તે મેમરી ફંક્શન, પેનોરેમિક ગ્લાસ રૂફ અને વેલકમ લાઇટ કાર્પેટ જેવી મહત્તમ સુવિધાઓ મેળવે છે.
Swapna Shastra: સપનામાં સાપ દેખાવવો શુભ ગણવામાં આવશે કે અશુભ? જાણો શું હોય છે ઇશારો
છોકરીઓ પગમાં સોનાની નહી પણ ચાંદી કેમ પહેરે છે પાયલ? જાણો માન્યતા અને ફાયદા
શું તમને સપનામાં વારંવાર સાંપ દેખાય છે? તો થઈ જજો સતર્ક, જાણો શું છે તેનો અર્થ
BMW X3 M40i માં ડિઝાઇનના મામલે કેટલાક નાના સુધારા કરવામાં આવ્યા છે, જે તેને સ્પોર્ટી લુક આપે છે. X3માં 12.3-ઇંચ ટચસ્ક્રીન, 12.3-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, એમ્બિયન્ટ લાઇટિંગ, ક્લાઇમેટ કંટ્રોલ, હેડ-અપ ડિસ્પ્લે છે. તે અનુકૂલનશીલ સસ્પેન્શન, વેરિયેબલ સ્પોર્ટ સ્ટીયરિંગ, પર્ફોર્મન્સ કંટ્રોલ ડિફરન્શિયલ (ડિફરન્શિયલ લૉક) અને M સ્પોર્ટ બ્રેક્સ જેવી કામગીરી સુવિધાઓ પણ આપે છે. આ સુવિધાઓથી આ ગાડીને સ્પોર્ટી અને પેપી બનાવે છે.
રાજાને પણ રંક બનાવી દેશે આ રત્ન, ધારણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખો કેટલીક ખાસ વાતો
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ
ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube