COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લીઃ લક્ઝરી કાર બનાવવા માટે જાણીતી જર્મન કંપની BMWની 2-વ્હીલર બનાવતા એકમ BMW Motorrad Indiaએ ભારતમાં નવી R1250 GS Pro અને R1250 GS Pro Adventure BS6 લોન્ચ કરી છે. કંપનીએ BMW Motorrad ડીલરશિપ પર આ બંને બાઈક્સની બુકિંગ શરૂ કરી છે. આવો જાણીએ આ 2 શાનદાર બાઈક્સ વિશે તમામ માહિતી.

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!
 



કિંમત-
BMW Motorradની R1250 GS અને R1250 GS Adventureને માત્ર પ્રો વેરિયંટમાં લોન્ચ કરવામાં આવી છે. R1250 GS Proની કિંમત 20.45 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે R1250 GS Adventure Proની કિંમત 22.4 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે આ મોટરસાઈકલની ઈન્ડસ્ટ્રી કિંમત છે. એટલે કે થોડા સમય બાદ આ બાઈક્સની કિંમતમાં વધારો થઈ શકે છે. કંપનીએ આ બાઈકને કંપ્લીટલી બિલ્ટ યુનિટની રીતે આયાત કરશે અને ભારતમાં તેનું વેચાણ કરશે.


Jaqueline એ એવા બોડી પાર્ટ પર ટેટૂ ચિતરાવ્યું કે શું કહેવું, જોનારાઓની આંખો થઈ ગઈ પહોળી!


એન્જીન અને પાવર-
R1250 GS અને R1250 GS Adventure બાઈક્સમાં 1254CC ટ્વિન-સિલિન્ડર બોક્સર એન્જીન આપવામાં આવ્યું છે. જે વેરિએબલ વોલ્વ ટાઈમિંગ સાથે આવે છે. આ એન્જીન 7750 RPM પર 134 BHPનો અધિક્તમ પાવર અને 6250 RPM પર 143 NM પીર ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે હાઈડ્રોલિકલી ઓપરેટેડ ક્લચ સાથે 6 સ્પીડ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે.


Malaika Arora ને ટક્કર મારવા આવી હમશક્લ, 'મરાઠી મલાઈકા' ની હોટનેસ જોઈને તમે પણ હલી જશો


રાઈડિંગ મોડ્સ-
સ્ટાન્ડર્ડ રાઈડિંગ મોડ્સ સિવાય બંને બાઈકમાં પ્રો રાઈડિંગ મોડ મળે છે. બાઈકમાં રેન અને રોડ મોડ આપવામાં આવ્યા છે. BMW Motorradનું કહેવું છે કે નવું સ્ટાન્ડર્ડ 'ઈકો' રાઈડિંગ મોડ સોફ્ટ થ્રોટલ કર્વ અને મોડરેટ ટોર્ક લિમિટેશન સાથે બાઈકની એફિશિયંસીને વધારે છે.


Shilpa ને 27 વર્ષ પછી ફરી કોણે કહ્યું 'ચુરા કે દિલ મેરા...' અક્ષયની વાત પર શિલ્પાને કેમ ન આવ્યો વિશ્વાસ?


શાનદાર ફીચર્સ-
R1250 GS રેંજના 2021 મોડલમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. બાઈક એડેપ્ટિવ કોર્નરિંગ લાઈટ સાથે આવે છે. જેમાં એક સ્વિવલિંગ હેડલેંપ, હીટેડ રાઈડર અને પાછલી સીટ સાથે 5 સેટિંગ્સ સાથે હીટેડ ગ્રિપ્સ સામેલ છે. R1250 GS Adventureમાં સ્ટોરેજ કંપાર્ટમેન્ટ, એન્ડ્યુરો ફુટરેસ્ટ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આપવામાં આવી છે.


DILIP KUMAR શૂટિંગના શેટ પર રમતા હતા ક્રિકેટ, તેમની સાથે અન્ય ખેલાડીઓ કોણ હતા એ જાણવા જુઓ આ તસવીરો


બાઈકમાં અન્ય ઘણા શાનદાર ફીચર્સથી સજ્જ છે. બાઈકમાં ફુલ LED લાઈટિંગ સેટઅપ, 1 USB ચાર્જિંગ સોકેટ અને એક બ્લુટુથ અનેબલ્ડ TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સિવાય ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, ABS પ્રો અને હિલ-સ્ટાર્ટ કંટ્રોલ જેવા સ્ટાન્ડર્ડ રાઈડિંગ એડ્સ ફીચર્સ આપવામાં આવ્યા છે.


બાઈકની ઓપ્શનલ કીટમાં ઈલેક્ટ્રોનિક એડજસ્ટેબલ સસ્પેંશન, ઓટોમેટેડ હિલ-સ્ટાર્ટ કંટ્રોલ, ડાયનેમિક બ્રેક આસિસ્ટન્ટ, રાઈજ પ્રો મોડ્સ અને એન્જીન બ્રેક કંટ્રોલ જેવા ફીચર્સ હશે. સ્ટાન્ડર્ડ R1250 GSમાં એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. જ્યારે હાઈ સ્પેક એડવેન્ચર ટ્રિમમાં ટ્યુબલેસ-ટાયર કોમ્પિટેબલ સ્પોક વ્હીલ્સ મળશે.