Shilpa ને 27 વર્ષ પછી ફરી કોણે કહ્યું 'ચુરા કે દિલ મેરા...' અક્ષયની વાત પર શિલ્પાને કેમ ન આવ્યો વિશ્વાસ?

આજથી અંદાજે 27 વર્ષ પહેલાં બોલીવુડના ખેલાડી એટલેકે, અક્ષયકુમારે શિલ્પા શેટ્ટીને જાહેરમાં કહ્યું હતું...ચુરા કે દિલ મેરા, ગોરીયા ચલી....પણ એના પછી શું ડખો પડ્યો એ તમને નહીં ખબર હોય. અક્ષય અને શિલ્પા એકબીજાની નજીક હતા, રવીના જોડે અક્ષયનું સેટિંગ હતું ને પછી અચાનક ટ્વીકલ અક્ષયની લાઈફમાં ક્યાંથી આવી ગઈ. સવાલો અનેક છે. પણ આ બધુ માં ચુરા કે દિલ મેરા...વાળા ગીતનો મોટો રોલ છે. અને ફરી એજ વાત શિલ્પાને 27 વર્ષ પછી કોઈકે, કહી છે. શું છે સમગ્ર મામલો એના માટે આ આર્ટિકલ વાંચો.

Shilpa ને 27 વર્ષ પછી ફરી કોણે કહ્યું 'ચુરા કે દિલ મેરા...' અક્ષયની વાત પર શિલ્પાને કેમ ન આવ્યો વિશ્વાસ?

નવી દિલ્લીઃ આજથી અંદાજે 27 વર્ષ પહેલાં બોલીવુડના ખેલાડી એટલેકે, અક્ષયકુમારે શિલ્પા શેટ્ટીને જાહેરમાં કહ્યું હતું...ચુરા કે દિલ મેરા, ગોરીયા ચલી....પણ એના પછી શું ડખો પડ્યો એ તમને નહીં ખબર હોય. અક્ષય અને શિલ્પા એકબીજાની નજીક હતા, રવીના જોડે અક્ષયનું સેટિંગ હતું ને પછી અચાનક ટ્વીકલ અક્ષયની લાઈફમાં ક્યાંથી આવી ગઈ. સવાલો અનેક છે. પણ આ બધુ માં ચુરા કે દિલ મેરા...વાળા ગીતનો મોટો રોલ છે. અને ફરી એજ વાત શિલ્પાને 27 વર્ષ પછી કોઈકે, કહી છે. શું છે સમગ્ર મામલો એના માટે આ આર્ટિકલ વાંચો.

ફિલ્મ 'હંગામા 2'નું પહેલું ગીત 'ચુરા કે દિલ મેરા' રિલીઝ થઈ ગયું છે. 1994માં આવેલી ફિલ્મ 'મૈં ખિલાડી તુ અનાડી'નું છે આ ગીત. ગીતમાં શિલ્પા શેટ્ટી  અને જાવેદ જાફરીનો દીકરો મિઝાન જોવા મળે છે. ઓરિજિનલ ગીતમાં અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી સાથે જોવા મળ્યા હતા. ગીતમાં શિલ્પા શેટ્ટી દર્શકોની સામે એક વાર ફરીથી અલગ અંદાજમાં જોવા મળી.  

Success story of Gucci: જેના એક બેલ્ટની કિંમત છે દોઢ કરોડ! જાણો કેમ હોલીવુડ સ્ટાર છે ગુચીના દીવાના
 
ગીતમાં શિલ્પાની સાથે મિઝાન જાફરી જોવા મળ્યો:
ચુરા કે દિલ મેરા 2.0'માં અભિનેતા અક્ષય કુમારની જગ્યા પર પ્રખ્યાત અભિનેતા જાવેદ જાફરીની પુત્ર મિઝાન જાફરી જોવા મળ્યો. ગીતમાં બંનેએ ડાન્સ ફ્લોર પર હંગામો મચાવ્યો. આ ગીતને શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મ હંગામા 2માં રિલીઝ કરવામાં આવ્યું. આ ગીતને જોઈને 90ના દર્શકોની યાદો તાજી થઈ જશે. જૂના ગીતની જેમ આ ગીતમાં પણ સિગ્નેચર સ્ટેપ કરવામાં આવ્યું છે. શિલ્પાએ આ ગીતનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરતા લખ્યુ છે કે 'નવી બોટલમાં જૂની વાઈન' અને સાથે જ અક્ષય કુમાર અને સરોજ ખાનને પણ ટેગ કરીને તેમને યાદ કર્યા છે.

તમને જણાવી દઈએ કે ઓરિજિનલ ગીત 1994માં આવેલી ફિલ્મ 'મૈં ખિલાડી તુ અનાડી'નું છે અને આ વખતે સુપરહીટ ફિલ્મ 'હંગામા'ની સીક્વલમાં જોવા મળશે. અને ફિલ્મ 'હંગામા 2' 23 જુલાઈએ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news