BOAT નો પહેલો ગેમિંગ હેડસેટ થયો લોન્ચ, મળશે Dolby Atmos સાઉન્ડ
પ્રખ્યાત ઓડિયો બ્રાંડ Boat એ ભારતમાં પોતાનો પહેલો ગેમિંગ હેડસેટ Boat Immortal 1000D લોન્ચ કર્યા છે. આ ગેમિંગ એક્સેસરીઝની દુનિયામાં કંપનીનું પહેલું પગલું છે. આ હેટસેટમં લાર્જ ઓડિયો ડ્રાઈવર્સ, ઈ-સ્પોર્ટ્સ સેટઅપ માટે ડેડિકેટેડ માઈક અને મિનિમમ લેટેન્સી માટે વાયર્ડ ઓડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ પ્રખ્યાત ઓડિયો બ્રાંડ Boat એ ભારતમાં પોતાનો પહેલો ગેમિંગ હેડસેટ Boat Immortal 1000D લોન્ચ કર્યા છે. આ ગેમિંગ એક્સેસરીઝની દુનિયામાં કંપનીનું પહેલું પગલું છે. આ હેટસેટમં લાર્જ ઓડિયો ડ્રાઈવર્સ, ઈ-સ્પોર્ટ્સ સેટઅપ માટે ડેડિકેટેડ માઈક અને મિનિમમ લેટેન્સી માટે વાયર્ડ ઓડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
પર્સનલ ઓડિયો કેટેગરીમાં કંપની બજેટ રેંજવાળા પ્રોડક્ટ્સ લોન્ચ કરતી રહે છે. આ નવા Boat Immortal 1000D પણ આજ કેટેગરીના છે. આ નવો પ્રોડક્ટ કિંગસ્ટન(Kingston) અને લોજીટેક(Logitech) જેવી કંપનીઓનું મુકાબલો કરશે. Boat Immortal 1000Dની કિંમત ભારતમાં 2499 રૂપિયા રાખવામાં આવી છે. આ હેડફોનને બ્લેક અને વ્હાઈટ કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ગ્રાહકો આ હેડસેટને Boatની ઓફિશિયલ વેબસાઈટ અને એમઝોનમાંથી ખરીદી શકશે.
Boat Immortal 1000Dના સ્પેસિફિકેશન્સ-
આ હેડસેટમાં 50mm ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઈસમાં Dolby Atmos અને 7.1 ચેનલ સરાઉન્ડ સાઉન્ડ ઓડિયોનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે સરાઉન્ડ ઓડિયોને ઈનહાઉઝ 'Boat Plugin Labz'માં ડેવલોપ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ ગેમર્સને આમાં Dolby Atmos અથવા 7.1 મોડનો ઓપ્શન મળશે. આમાં ઈ-સ્પોર્ટ્સ પ્લેયર્સ માટે ડ્યુલ એરે માઈક્રોફોન પણ આપવામાં આવ્યું છે. સાથે જ બોટે નવા હેડસેટમાં LED લાઈટિંગ, સાઉન્ડ અને માઈકને કંટ્રોલ કરવા માટે ઈન-લાઈન રિમોટ આપવામાં આવ્યું છે. સાથે જ લાંબા સમય સુધી તેને આસાનીથી પહેરી રાખવા માટે શ્રેષ્ઠ ડિઝાઈન આપવામાં આવી છે.
હવે WhatsApp ચેટ લીક થવાનો ડર નહીં, આવી ગયું નવું ફીચર
Apple નું Airpods મફતમાં જોઈતું હોય તો આ વિગતો જાણી લો, શોર્ટ ટાઈમ માટે જ છે ઓફર!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube