હવે WhatsApp ચેટ લીક થવાનો ડર નહીં, આવી ગયું નવું ફીચર
વોટ્સએપ પર થનારી ચેટ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન (end-to-end encryption) ની સાથે આવે છે, પરંતુ ચેટ બેકઅપ લીધા બાદ તે અનક્રિપ્ટેડ રહેતી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ હવે તમને તમારા વોટ્સએપ ચેટ લીક થવાનો ડર રહેશે નહીં. જલદી તમારી વોટ્સએપ ચેટ પહેલાથી વધુ સુરક્ષિત થવાની છે. પોપ્ટુલર મેસેજિંગ એપ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે ઓનલાઇન સેવ કરેલા ચેટ બેકઅપને અનક્રિપ્ટ કરશે. WABetaInfo ના રિપોર્ટ પ્રમાણે આ ફીચરને હાલ વોટ્સએપના લેટેસ્ટ Android Beta વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.
આ રીતે કામ કરશે નવુ ફીચર
હકીકતમાં વોટ્સએપ પર થનારી ચેટ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન (end-to-end encryption) ની સાથે આવે છે, પરંતુ ચેટ બેકઅપ લીધા બાદ તે અનક્રિપ્ટેડ રહેતી નથી. તેવામાં હવે વોટ્સએપ ચેટ બેકઅપ્સ પર પણ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન લાગૂ કરવાનું છે. રિપોર્ટ પ્રમાણે નવું ફીચર તમારી ચેટ હિસ્ટ્રી અને મીડિયા ફાઇલ્સને સુરક્ષિત રૂપથી બેકઅપ કરશે.
નવા ફીચરની સાથે તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે. બધા યૂઝર્સ માટે નવુ ફીચર આવ્યા બાદ તમારે ચેટ બેકઅપ રીસ્ટોર કરવા માટે એક પાસવર્ડ સેટ કરવો પડશે. તેવામાં જો તમે તમારો ફોન ગુમાવો કે પાસવર્ડ ભૂલી જાવ તો તમને આ બેકઅપ પરત મળશે નહીં. તમે વૈકલ્પિક રૂપથી એક 64-ડિજિટ ની encryption key પણ બનાવી શકો છો, પરંતુ જો તમે તે Key ગુમાવી દેશો તો પણ ચેટ બેકઅપ મળશે નહીં.
આ રીતે ચોરી થાય છે ચેટ
હકીકતમાં મોટાભાગના લોકો પોતાની વોટ્સએપ ચેટને ગૂગલ ડ્રાઇવ કે iCloud પર સેવ કરે છે. કોઈફણ નવા ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ લોગિન કરવા પર તમને આ બેકઅપ દ્વારા જૂનુ ચેટ પરત મળે છે. પરંતુ કોઈ કારણ તમારી જી-મેલ કે iCloud એકાઉન્ટ હેક થાય છે તો હેકર્સ તમારા ચેટ બેકઅપની પણ જાણકારી મેળવી લે છે. આ રીતે તમારી ચેટ લીક થવાનો ખતરો બન્યો રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે