Top 5 Budget Friendly Cars: બજેટ ફ્રેન્ડલી કાર લેવાનું વિચારી રહ્યાં છો, જુઓ આ 5 લાખથી ઓછા બજેટવાળી ગાડીઓ

Top 5 cars under 5 lakh rupees- કોરોના મહામારીને પગલે પર્સનલ ટ્રાન્સપોર્ટેશનનું ચલણ વધ્યું છે. લોકો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે પોતાની કારથી મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે.

નવી દિલ્લીઃ કોરોના મહામારીને પગલે પર્સનલ ટ્રાન્સપોર્ટેશનનું ચલણ વધ્યું છે. લોકો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે પોતાની કારથી મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન કારોની ખરીદારીના ટ્રેન્ડને જોઈએ તો બજેટ સેગમેન્ટમાં કારની માગમાં વધારો નોંધાયો છે. મોટા ભાગના લોકો પોતાની રેંજમાં એક શ્રેષ્ઠ પર્ફોર્મેન્સવાળી કાર ખરીદવાનો ઓપ્શન શોધે છે. જો તમે પણ કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો અને તમારો બજેટ પણ 5 લાખ આસપાસ છે, તો અમે તમને એવી 5 કાર વિશે જણાવીશું જે તમારા બજેટમાં તો હશે જ સાથે તેનું પર્ફોર્મેન્સ પણ શ્રેષ્ઠ હશે.
 

TATA TIAGO-

1/5
image

ટાટાની હેચબેક ટિયાગો પણ 5 લાખના બજેટમાં એક શાનદાર કાર છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 4.99 લાખ રૂપિયા છે. આમાં 1.2 લીટર રિવોટ્રોન એન્જીન મળે છે. જે 6000 RPM પર 86 PSનો પાવર જનરેટ કરે છે. કારમાં ડ્યુલ ફ્રંટ એરબેગ, રિયર પાર્કિંગ કેમેરા, ABS વીથ EBD જેવા સેફ્ટી ફીચર આપવામાં આવ્યા છે.  

RENAULT KWID-

2/5
image

રેનો ક્વિડ પણ એક બજેટ ફ્રેન્ડલી કાર છે. આ કાર 2 વેરિયંટ 0.8 લીટર અને 1.0 લીટર પેટ્રોલ વેરિયંટમાં ઉપલબ્ધ છે. આ કારની દિલ્લી એક્સ શોરૂમ કિંમત 3.32 લાખ રૂપિયા છે. જ્યારે 1.0 લીટર વેરિયંટની શરૂઆતી કિંમત 4.49 લાખ રૂપિયા છે. સેફ્ટીને જોતા ક્વિડમાં ડ્યુલ ફ્રંટ એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર, ABS-EBD અને સીટ બેલ્ટ રિમાંડર જેવા ફીચર છે.   

MARUTI SUZUKI IGNIS-

3/5
image

મારૂતિ સુઝુકીની ઈગ્નિસ એક કોમ્પેક્ટ કાર છે. આ કારની દિલ્લીના એક્સ શો રૂમ કિંમત 4.95 લાખ રૂપિયા છે. નવી ઈગ્નિસમાં BS-5 કોમ્પ્લાયંસ 1.2 લીટર VVT પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. જે 6000 RPM પર 61 કિલોવોટનો પાવર આપે છે. આ કારના ફ્રંટમાં બંને સિટ માટે એરબેગ, ABS અને સ્માર્ટપ્લે મ્યુઝિક સિસ્ટમ, પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટન, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવા ફીચર આપવામાં આવ્યા છે.  

HYUNDAI SANTRO-

4/5
image

હ્યુન્ડાઈની આ હેચબેક સેન્ટ્રો કાર પણ 5 લાખના બજેટ માટે બેસ્ટ ઓપ્શન છે. કંપનીની નવી સેન્ટ્રોની દિલ્લી એક્સ શોરૂમ કિંમત 4.73 લાખ રૂપિયા છે. આ કારમાં 1.1 લીટરનું BS-6 કંપ્લાયંટ પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. આમાં રિયર પાર્કિંગ સેન્સર, રિયર પાર્કિંગ કેમેરા, સ્ટ્રોંગ બોડી સ્ટ્રક્ચર સાથે ડ્યુલ ફ્રંટ એરબેગ આપવામાં આવ્યા છે. આ સાથે જ કારમાં ABS જેવા સેફ્ટી ફીચર આપવામાં આવ્યા છે.  

MARUTI SUZUKI CELERIO-

5/5
image

આ મારૂતિની હેચબેક કાર છે. આ કારની દિલ્લી એક્સ શોરૂમ કિંમત 4.65 લાખ રૂપિયા છે. સેલેરિયો પેટ્રોલ અને CNG બંને વેરિયંટમાં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે પેટ્રોલ વેરિયંટમાં આ કાર 21.63 કિલોમીટર પ્રતિ લીટર અને CNG વેરિયંટમાં આ કાર 30.47 કિલોમીટર પ્રતિ કિલોની માઈલેજ આપે છે. આ કારમાં ફ્રંટની બંને સીટમાં એરબેગ આપવામાં આવ્યા છે. ઓટો ગીયર શિફ્ટ, મલ્ટી ઈન્ફો ડિસ્પ્લે, બ્લુટુથ ટેક્નોલોજીતી સજ્જ ઈંટીગ્રેટેડ ઓડિયો ફીચર આપવામાં આવ્યા છે.