નવી દિલ્હી: Jio, Airtel અને Vi ને ટક્કર આપવા માટે બીએસએનએલ (BSNL) એક ખાસ પ્લાન લઇને આવ્યું છે. આ પ્લાનની સૌથી મોટી ખાસ વાત એ છે કે જ્યાં બીજી કંપનીઓ પ્રીપેડ પ્લાનમાં તમને 28 અથવા 56 દિવસ માટે દરરોજ 1 GB ડેટા મળે છે, બીએસએનએલ (BSNL) ના આ પ્લાનમાં તમને 60 દિવસની વેલિડિટી સાથે 1 GB ડેટા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂઝર્સ માટે સૌથી વ્યાજબી પ્લાન
બીએસએનએલ (BSNL) ના આ પ્લાનની કિંમત બીજી કંપનીઓ કરતાં અડધી છે અને વેલિડિટીના મામલે પણ યૂઝર્સ માટે ખૂબ વ્યાજબી સાબિત થશે. ટેલીકોમ કંપનીઓ બીએસએનએલ આ પહેલાં પણ ખૂબ વ્યાજ પ્રીપેડ પ્લાન લઇને આવ્યું છે જે સસ્તા હોય છે. સાથે જ તેમાં ઘણા બેનિફિટ્સ પણ હોય છે. જોકે અહીં તમને એ પણ જણાવી દઇએ કે બીએસએનએલનો આ નવો પ્રીપેડ પ્લાન ક્ફત નવા કનેક્શન પર ઉપલબ્ધ છે. 

Video: માસ્કની અંદર છુપાવ્યું અધધ રૂપિયાનું સોનું, કારીગરી જોઇ તમે પણ કરશો સલામ


અનલિમિટેડ કોલિંગ સાથે ડેલી 1 જીબી ડેટા
બીએસએનએલ (BSNL) ના નવા પ્લાન માએ ફક્ત 108 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે અને તેમાં અનલિમિટેદ કોલિંગ સાથે ડેલી 1 જીબી ડેટાની સુવિધા મળશે. સાથે ડેટા વેલિડિટી 60 દિવસની રહેશે. તો બીજી તરફ ડેલી ડેટા કોટા પુરો થયા બાદ તમારી ઇન્ટરનેટ ડાઉનલોડિંગ અને અપલોડિંગ સ્પીડ 80Kbps ની મળશે. આ ડેટા પેકમાં દિલ્હી અને મુંબઇ MTNL ના નેટવર્ક પણ સામેલ છે. આ પ્રીપેડમાં તમને 500 SMS પણ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube