અનલિમિટેડ કોલિંગ માટે બેસ્ટ છે આ સસ્તા પ્લાન, કિંમત 18 રૂપિયાથી શરૂ
ઘણા લોકોના ઘરમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ડ લાગેલું છે, તો કેટલાક ફીચર ફોનનો ઉપયોગ કરે છે. તેવામાં આ લોકો માટે ડેટાવાળા પ્લાન કામ લાગતા નથી. તેથી આજે અમે તમને બીએસએનએલના વોઇસ વાઉચર્સ વિશે જણાવી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ સસ્તા અને અનલિમિડેટ ડેટાના આ સમયમાં પણ ઘણા યૂઝર્વ એવા છે જે માત્ર વોઇસ કોલિંગ પ્લાન ઈચ્છે છે. ઘણા લોકોના ઘરમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ડ લાગેલું છે, તો કેટલાક ફીચર ફોનનો ઉપયોગ કરે છે. તેવામાં આ લોકો માટે ડેટાવાળા પ્લાન કામ લાગતા નથી. તેથી આજે અમે તમને બીએસએનએલના વોઇસ વાઉચર્સ વિશે જણાવી રહ્યાં છીએ, જે ઓછી કિંમતમાં તમારી કોલિંગ જરૂરીયાતોને પૂરી કરે છે. બીએસએનએલના આ પ્લાનની કિંમત 18 રૂપિયાથી શરૂ થાય છે.
BSNL નો 18 અને 129 રૂપિયાવાળો પ્લાન
બીએસએનએલનો સૌથી સસ્તો કોલિંગ પ્લાન 18 રૂપિયાનો છે. તેમાં તમને બે દિવસ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી છે. ખાસ વાત છે કે તેમાં દરરોજ 1 જીબી ડેટા (કુલ બે જીબી) આપવામાં આવી રહ્યો છે. તેનાથી મોટો પ્લાન 29 રૂપિયાનો છે, જેમાં 5 દિવસ માટે અનલિમિટેડ વોઇસ કોલ્સ સિવાય 1 જીબી ડેટા, અને 300 એસએમએસની સુવિધા મળે છે.
આ પણ વાંચોઃ Reliance Jio: દરરોજ 3GB ડેટા, અનલિમિડેટ કોલિંગ, એક વર્ષની વેલિડિટી, સાથે મળશે અન્ય લાભ
BSNL નો 99 તથા 118 રૂપિયાવાળો પ્લાન
જો તમે 22 દિવસ માટે અનલિમિટેડ વોઇસ કોલિંગનો લાભ લેવા ઈચ્છો છો તો બીએસએનએલનું 99 રૂપિયાવાળું વાઉચર લઈ શકો છો. તેમાં 99 એસએમએસ પણ આપવામાં આવે છે. તેનાથી ઉપરનો પ્લાન 118 રૂપિયાનો છે. તેમાં 26 દિવસ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. આ સિવાય દરરોજ 0.5GB ડેટા અને 100 એસએમએસની સુવિધા મળે છે.
BSNL નો 147 રૂપિયા તથા 319 રૂપિયાનો પ્લાન
અંતે અમે બીએસએનએલના જે બે વોઇસ વાઉચરની વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 147 રૂપિયા અને 319 રૂપિયા છે. 147 રૂપિયાના વાઉચરમાં ગ્રાહકોને 30 દિવસની વેલિડિટી મળે છે. તેમાં અનલિમિટેડ કોલિંગની સાથે કુલ 10GB ડેટા મળે છે. જ્યારે 319 રૂપિયાના વાઉચરમાં 75 દિવસ માટે અનલિમિડેટ કોલિંગ, 99 SMS અને 10GB ડેટા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube