Reliance Jio: દરરોજ 3GB ડેટા, અનલિમિડેટ કોલિંગ, એક વર્ષની વેલિડિટી, સાથે મળશે અન્ય લાભ

જો તમારે દરરોજ 2-3 જીબી ડેટાની જરૂર હોય અને તમે લાંબી વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં હોવ તો જીયોએ એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં તમને 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડિટી મળશે. 
 

Reliance Jio: દરરોજ 3GB ડેટા, અનલિમિડેટ કોલિંગ, એક વર્ષની વેલિડિટી, સાથે મળશે અન્ય લાભ

નવી દિલ્હીઃ Reliance Jio Recharge Plans: મુકેશ અંબાણીની (Mukesh Ambani) ટેલીકોમ કંપની રિલાયન્સ જીયોએ થોડા સમય પહેલા પોતાના યૂઝર્સો માટે નવા પ્લાન લોન્ચ કર્યા હતા અને એકવાર ફરી કંપની જીયો યૂજર્સ માટે એક નવો દમદાર પ્લાન લઈને આવી છે. કંપનીના આ નવા પ્લાનની કિંમત 3499 રૂપિયા છે, આ પ્લાન ખાસ કરીને તેવા યૂઝર્સોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી લોન્ચ કરવામાં આવ્યો છે જે લાંબી વેલિડિટી સાથે દરરોજ 2 જીબી ડેટા ઈચ્છે છે. 

આ પ્લાનનું રિચાર્જ કરાવ્યા બાદ તમને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે કારણ કે જીયો પ્લાનની સાથે તમને 1 વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી મળશે. અમે તમને આ પ્લાનની સાથે મળનારા બેનિફિટ વિશે વિસ્તારથી માહિતી આપીશું. 

Reliance Jio 3499 Plan Details
જો તમે અત્યાર સુધી Work From Home કરી રહ્યાં છો અને દરરોજ મળનાર ડેટા ઓછો પડી રહ્યો છે તો Jio Prepaid Plan ની સાથે તમને દરરોજ 3 જીબી ડેટા મળશે તે પણ 365 દિવસ માટે, જો આ રીતે જોવામાં આવે તો કંપની 1095 જીબી ડેટાની ઓફર કરી રહી છે. 

મહત્વનું છે કે ડેટા લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટી 64 Kbps રહી જશે. આતો માત્ર ડેટાની વાત થઈ. આ પ્લાનની સાથે તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ પણ ફ્રી આપવામાં આવશે. 

Jio 3499 Plan: અન્ય બેનિફિટ્સ
આ પ્લાનની સાથે  Jio Cinema, જીયો સિક્યોરિટી,  Jio Tv, જીયો ન્યૂઝ અને ડીયો ક્લાઉડ જેવી જીયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. મહત્વનું છે કે આ પ્લાન આવતા પહેલા જીયોની પાસે એક પ્લાન હતો, જેમાં દરરોડ 3 જીબી ડેટાની સાથે 84 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવતી હતી, જેની કિંમત 999 રૂપિયા છે. 

આ પ્લાનને લોન્ચ કરવાની સાથે જીયો પ્રથમ એવી ટેલીકોમ કંપની છે જે દરરોજ 3 જીબી ડેટાની સાથે 1 વર્ષની વેલિડિટી ઓફર કરી રહી છે. અન્ય ટેલીકોમ કંપનીઓ પાસે દરરોજ 3 જીબી ડેટાવાળો પ્લાન છે પરંતુ 1 વર્ષની વેલિડિટીવાળો કોઈ પ્લાન ઉપલબ્ધ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news