નવી દિલ્હી: Coronavirus મહામારીના કારણે ઘરેથી કામ કરનાર કર્મચારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. સાથે જ ઈન્ટરનેટની માંગ પણ વધી છે. ટેલિકોમ કંપનિઓ લગાતાર એકથી વધીને એક આકર્ષક અને વ્યાજબી પ્લાન લાવી રહી છે. તેમાં ડેટાની સાથે કોલિં SMS અને ત્યાં સુધી કે OTT પ્લેટફોર્મનું Subscription સુધી મળી રહ્યું છે. આ વચ્ચે, BSNL એ બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે પ્રીપેડ Work from home પ્લાન/ડેટા સ્પેશિયલ ટેરિફ વાઉચર સાથે જ નવો પ્રમોશનલ ફૂલ ટોકટાઈમ પેક પણ લાવી છે. આ પ્લાનને ચેન્નઈ અને તમિલનાડું સર્કલમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 


વેલિડિટી ૩૦ દિવસ 
કંપનીએ આ નવા સ્પેશિયલ ટેરિફ વાઉચરની કિંમત 151 અને 251 રૂપિયા રાખી છે. બન્ને પ્લાનમાં ઈન્ટરનેટ ડેટા અલગ છે. બન્ને પ્લાનની વેલીડિટી ૩૦ દિવસ છે. 151 રૂપિયામાં ગ્રાહકને 40 GB ડેટા મળશે જ્યારે 251 રૂપિયામાં ૩૦ દિવસ સમાન વેલિડીટીની સાથે 70 GB ડેટા મળશે. 


ફક્ત ડેટા 
ગ્રાહકને Voice call અને SMS માટે અલગથી રિચાર્જ કરાવાનું રહેશે. Twitter પર આપવામાં આવેલી માહિતી મુજબ ઈન્ટરનેટવાળા પ્લાનને એક્ટિવેટ કરવા માટે મેસેજ મોકલવો પડશે. તેમાં STV DATA151 અથવા STV DATA251 ટાઇપ કરી 123 પર મોકલવું પડશે. 


બ્રોડબેન્ડ પ્લાન 
તેની પહેલા માર્ચમાં  BSNL એ Work from home વ્યવસ્થાને આગળ વધારવા માટે વિશેષ બ્રોડબૈંડ લોન્ચ કર્યું હતું. આ પ્લાન ૧ મહિના માટે તે ગ્રાહકોને મફત આપવામાં આવતું હતું જે તેમના રેગ્યુલગશ ઉપભોક્તા છે. 


બધા સર્કલમાં 
BSNL એ તેને  દેશના બધા સર્કલોમાં ઉપલબ્ધ કરાયું છે. નવા ગ્રાહક માટે રેગ્યુલર લેન્ડલાઇન પ્લાન લઈન Work@home પ્લાનને એક્ટિવેટ કરવાનો મોકો હતો. કંપનીએ આ પ્લાનમાં 10 mbps ની સ્પીડની ઓફર આપી અને સાથે રોજ 5 GB  ડેટા પણ. 


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube