નવી દિલ્હી : સરકારી કંપની BSNL દ્વારા રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે નવો એન્યુઅલ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનની કિંમત 1,097 રૂ. અને 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને ડેટા અને વોઇસ કોલિંગનો ફાયદો મળે છે. જિયોના પ્લાનમાં SMS બેનિફિટ પણ મળે છે. BSNL દ્વારા આ પ્લાનને હાલમાં માત્ર કોલકાતા સર્કલ માટે જ લોન્ચ કરવામાં આવ્યો છે અને એ 6 જાન્યુઆરી, 2019 સુધી જ વેલિડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNLના આ પ્લાનમાં તમને 365 દિવસોની વેલિડિટી સાથે કુલ 25GB ડેટા મળી રહ્યો છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગનો બેનિફિટ મળે છે. જોકે, તમે મુંબઈ અને દિલ્હી સર્કલમાં જ તમે અનલિમિટેડ કોલ કરી શકો છો. BSNLના આ પ્લાનમાં કોલિંગ માટે કોઈ કેપિંગ નથી. BSNLની સરખામણીમાં રિલાયન્સ જિયોનો એન્યુઅલ પ્લાન 1,699 રૂ.માં મળે છે. આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને દૈનિક 1.5GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ્સ (22 ટેલિકોમ સર્કલમાં) અને 100 દૈનિક SMSનો લાભ મળે છે. 


સરખામણી કરીએ તો BSNLની સરખામણીમાં જિયોના એન્યુઅલ પ્લાન ઘણો સારો છે. એમાં તમામ 22 સર્કલમાં અનલિમિટેડ કોલિંગ અને રોજના 1.5GB ડેટાનો બેનિફિટ મળે છે. 


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...