Car AC Tips For Best Cooling: જો તમારી કારનું એસી સારી રીતે કેબિનને ઠંડું કરતું નથી. તો તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો, જે તમને આ પરેશાનીમાંથી બહાર નિકાળી શકે છે અને તમારા કારનું એસી સારી રીતે કેબિનને ઠંડુ કરવા લાગશે. ચાલો તમને એક-એક કરીને ત્રણ જરૂરી ટિપ્સ જણાવીએ. સૌથી પહેલી વાત છે- કારના એસીની નિયમિત સર્વિસ કરાવો. ગરમીઓ દરમિયાન કારના ઇંટીરિયરને ઠંડુ રાખવા માટે એક સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે કારના એસીની નિયમિત સર્વિસ કરવો. જોકે મશીનોની જો સમયાંતરે સર્વિસિંગ ન કરાવવામાં આવે તો તે સારું પરફોર્મ કરતી નથી. એવું જ કારન એસી (એર કંડીશનિંગ સાથે પણ હોય છે. એટલા માટે જો તમારી કારનું એસી ઠંડુ કરી શકતી નથી તો તમારે કાર એસી સર્વિસ કરાવવાની જરૂર હોય શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિન એસી એર ફિલ્ટરને નિયમિત રૂપથી બદલાવો
તમારી કારની કેબિનમાં હવા ખેંચવામાં આવે છે આ એર ફિલ્ટરમાંથી પસાર થાય છે. આ તમારી કારના ઇંટીરિયરને બહારી હવા સાથે આવનાર ધૂળ- માટી જેવી વસ્તુઓથી બચાવે છે. જો આ બંધ થઇ જાય છે તો તેનાથી હવા અંદર નહી આવે જેથી એસીની કૂલિંગ પર પણ અસર પડી શકે છે. એસી એર ફિલ્ટરને નિયમિત રૂપથી બદલાવો. 

SBI MCLR Hike: SBI એ ગ્રાહકોને આપ્યો આંચકો, લોનના વ્યાજ દર વધાર્યા, ચેક કરો લેટેસ્ટ રેટ


AC ને ધીમી સ્પીડ પર ઓન કરો
જ્યારે પણ એસીને ઓન કરો તો પહેલાં ધીમી સ્પીડ પર ચલાવો. તેનાથી સારા કૂલિંગમાં મદદ મળે છે. જો તમે શરૂઆતમાં જ બ્લોઅરને ફાસ્ટ સ્પીડ પર સેટ કરશો તો એસી કારની અંદરની ગર્મ હવાનો ઉપયોગ કરવા લાગશે, જેથી કૂલિંગ ઓછું થઇ જશે. જ્યારે જો ધીમી સ્પીડ પર બ્લોઅર હશે તો તે કાર બહારની તાજી હવાનો ઉપયોગ કરશે, જે સારું કુલિંગ આપશે. 


રીસક્યુલેશન મોડ યૂઝ કરો
જ્યારે કારનું કેબિન ઠંડુ થઇ જાય તો રીસક્યુલેશન મોડ ઓન કરો અને તેને ઉપયોગમાં લો. તેનાથી કારની એસી બહારની હવા લેવાનું બંધ કરી દેશે અને કારની અંદર જ ઠંડી હવાનો ઉપયોગ કારને ઠંડી કરશે. તેનાથી તમને સારી કૂલિંગનો અનુભવ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube