SBI MCLR Hike: SBI એ ગ્રાહકોને આપ્યો આંચકો, લોનના વ્યાજ દર વધાર્યા, ચેક કરો લેટેસ્ટ રેટ

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકો માટે આંચકારૂપ સમાચાર છે. હવે SBI માંથી લોન લેવી મોંઘી બની જશે અને નવા અને જૂના ગ્રાહકોની ઇએમઆઇ પણ વધી જશે. જોકે એસબીઆઇએ પોતાની માર્જિનલ કોસ્ટ ઓફ લેડિંગ રેટમાં વધારો કરી દીધો છે.

SBI MCLR Hike: SBI એ ગ્રાહકોને આપ્યો આંચકો, લોનના વ્યાજ દર વધાર્યા, ચેક કરો લેટેસ્ટ રેટ

SBI MCLR Hike: દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકો માટે આંચકારૂપ સમાચાર છે. હવે SBI માંથી લોન લેવી મોંઘી બની જશે અને નવા અને જૂના ગ્રાહકોની ઇએમઆઇ પણ વધી જશે. જોકે એસબીઆઇએ પોતાની માર્જિનલ કોસ્ટ ઓફ લેડિંગ રેટમાં વધારો કરી દીધો છે. બેંકએ એમસીએલઆરમાં વધારાની જાહેરાત પણ કરી દીધી છે. નવા દર 15 જુલાઇથી લાગૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે આ પહેલાં જૂનમાં પણ એસબીઆઇએ એમસીએલઆરમાં વધારો કર્યો હતો. 

એસબીઆઇએ આપ્યો મોટો આંચકો
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંક દ્રારા રેપો રેટમાં વધારો કર્યા બાદ લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકોએ હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોનના વ્યાજદર વધારી દીધા છે. જોકે પહેલાં આરબીઆઇએ મે મહિનામાં રેપો રેટ 0.40 ટકા વધાર્યો હતો, ત્યારબાદ જૂનમાં રેપો રેટ 0.50 ટકા વધાર્યો હતો. જોકે રેપો રેટ 4.90 ટકા છે. 

એસબીઆઇએ જાહેર કર્યું નોટિફિકેશન
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલથી એસબીઆઇ પોતાના એમસીએલઆરને વધારી રહી છે. જૂનમાં તેણે એમસીએલઆરમાં 20 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. એસબીઆઇએ MCLR માં વધારાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ નોટિફિકેશન અનુસાર,
- એક વર્ષની લોન માટે એમસીએલઆર 7.40 થી વધારીને 7.50 ટકા કરી દેવામાં આવ્યો છે.
- છ મહિનાની લોન માટે એમસીએલઆર 7.35 ટકાથી વધારીને 7.80 ટકા કરી દેવામાં આવ્યો છે. 

અન્ય બેંકોએ પણ વધાર્યો એમસીએલઆર
આરબીઆઇ દ્રારા રેપો રેટ વધાર્યા બાદ તાજેતરના દિવસોમાં ઘણી બેંક એમસીએલઆર વધારી ચૂક્યા છે. તેમાં એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક પણ સામેલ છે. આઇસીઆઇસીઆઇ બેંકએ તમામ અવધિની લોન માટે એમસીએલઆરમા6 20 બેસિસ પોઇન્ટ્સનો વધારો કર્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news