નવી દિલ્હી: ભારતે શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ TikTokને ટક્કર આપતી સ્વદેશી એપ ચિંગારી (Chingari)ને મેદાનમાં ઉતારી છે. ત્યારબાદ લોકો TikTokને ભૂલી ચિંગારી એપને તેમની પસંદગીની એપ બનાવી લીધી છે. લોકોમાં આ એપને લઇને ઉત્સુકતાનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે માત્ર 15 દિવસમાં આ એપને 1 મિલિયનથી વધારે વધત ડાઉનલોડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Tiktok ને ટક્કર આપશે Youtube, હવે જલદી બનાવી શકશો શોર્ટ વીડિયો


આ એપની ખાસિયતની વાત કરીએ તો આ એક વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે જ્યાં યૂઝર્સ વીડિયો ડાઉનલોડ અને અપલોડ કરી શકે છે. આ સાથે જ મિત્રો સાથે ચેટ, કન્ટેન્ટ શેરિંગ અને ફીડ દ્વારા બ્રાઉઝીંગ પણ કરી શકે છે. આ એપને ભારતીય યૂઝર્સની જરૂરીયાતો અને માગને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે.


આ પણ વાંચો:- Maruti 800 ઇલેક્ટ્રીક અવતારમાં લોન્ચ માટે તૈયાર, એક વખત ચાર્જ કરતાં દોડશે 130 કિમી


સ્વદેશી એપ ચિંગારીને છત્તીસગઢના આઇટી ડેવલપર બિસ્વાત્મા નાયક અને સિદ્ધાર્થ ગૌતમે બનાવી છે. તેમણે જણાવ્યું કે, તેમાં ઓડિશા અને કર્નાટકના ડેવલપર્સે પણ તેમનો સાથ આપ્યો છે. તેમણે આ દાવો કર્યો છે કે, આ એપ TikTok જેવી છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ એપ TikTokની સામે મજબૂત નજર જોવા મળી રહીસછે. આ ઉપરાંત આ એપ અત્યારે અંગ્રેજી ઉપરાંત 9 અન્ય ભાષાઓ (હિન્દી, બાંગ્લા, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તામિલ અને તેલગૂ)માં ઉપલબ્ધ છે.


આ પણ વાંચો:- આ દમદાર ભારતીય Smartphones વિશે ખાસ જાણો, ચીની કંપનીઓને આપે છે જબરદસ્ત ટક્કર


ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચીન સાથે સરહદ વિવાદને કારણે લોકોએ ચાઈનીઝ સામાનનો બહિષ્કાર કરવાનો શરૂ કર્યો છે. ભારતવાસી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર લોકલ વસ્તુઓ ખરીદવા પર ભાર મુકાત જોવા મળી રહ્યાં છે અને ચીનની કમર તોડવાની તૈયારીમાં લાગ્યા છે. લોકો ચાઈનીઝ એપનો ઉપયોગ બંધ કરી રહ્યાં છે. તેનો પ્રભાવ છે કે, અત્યાર સુધીમાં TikTok સ્ટારે તેમના એકાઉન્ટ બંધ કરી દીધા છે.


આ પણ વાંચો:- Samsung Galaxy S20+ BTS એડિશનનો રેકોર્ડ, 1 કલાકમાં વેચાઇ ગયા બધા ફોન


ટોપ ચાર્ટ્સમાં પહોંચી એપ
ચિંગારી એપને નવેમ્બર 2018માં ગૂગલ પ્લે સ્ટોર પર સત્તાવાર રિલીઝ કરવામાં આવી હતી. જો કે, હવે ભારતમાં ચાઈનીઝ પ્રોડક્ટ અને એપ્સના બોયકોટની માગ વધીતી હોવાથી અને સોશિયલ મીડિયા પર આવેલા આ ટ્રેન્ડ બાદ એપને ડાઉનલોડ્સ ઝડપથી કરવામાં આવી રહી છે.  સુમિતે કહ્યું કે, અમે ભારતીય યૂઝર્સથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને હાલમાં સામે આવેલા આંકડા જણાવે છે કે, એપને કુલ 25 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ એપ્સે ટોપ ચાર્ટમાં જગ્યા બાનવી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube