Samsung Galaxy S20+ BTS એડિશનનો રેકોર્ડ, 1 કલાકમાં વેચાઇ ગયા બધા ફોન


સેમસંગની લેટેસ્ટ સિરીઝના  Samsung Galaxy S20+ ની ખાસ BTS Editionએ નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ શુ્ક્રવારે આ એડિશન માટે પ્રી-ઓર્ડર લેવાના શરૂ કર્યા હતા, જ્યાં  Galaxy S20+ અને Galaxy Buds+ નો બધો સ્ટોક માત્ર એક કલાકમાં સાફ થઈ ગયો હતો.
 

 Samsung Galaxy S20+ BTS એડિશનનો રેકોર્ડ, 1 કલાકમાં વેચાઇ ગયા બધા ફોન

નવી દિલ્હીઃ સેમસંગની લેટેસ્ટ સિરીઝના  Samsung Galaxy S20+ ની ખાસ BTS Editionએ નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ શુ્ક્રવારે આ એડિશન માટે પ્રી-ઓર્ડર લેવાના શરૂ કર્યા હતા, જ્યાં  Galaxy S20+ અને Galaxy Buds+ નો બધો સ્ટોક માત્ર એક કલાકમાં સાફ થઈ ગયો હતો. 1 કલાકની અંદર સ્પેશિયલ એડિશન પ્રોડક્ટના બધા યૂનિટ્સ સેલ થઈ ગયા હતા. 

કોરિયન હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે, Galaxy S20+ 5G BTS Edition અને Galaxy Buds+ BTS Edition પ્રી-ઓર્ડર સેલ લાઇવ થયાના એક કલાકની અંદર સોલ્ડ આઉટ થઈ ગયા હતા. પરંતુ સેમસંગ તરફથી તે જણાવવામાં આવ્યું નથી કે આ સેલમાં નવા BTS બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના કેટલા યૂનિટ અવેલેબલ હતા. સિંગાપુરમાં પણ Galaxy S20+ BTS Edition આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. 

5 જુલાઈ સુધી થશે પ્રી-ઓર્ડર
સિંગાપુરમાં  Galaxy S20+ નું 4G મોડલ હજુ પણ પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. આ સિવાય સૂએસ અને યૂકે જેવા માર્કેટમાં Galaxy S20+ BTS Edition હજુ પણ સ્ટોકમાં છે અને આ પ્રોડક્ટ માટે પ્રી-ઓર્ડર 5 જુલાઈ સુધી કરી શકાય છે. Galaxy Buds+ને પ્રી-ઓર્ડર કરનાર બાયર્સન સેમસંગ સ્પેશિયલ બીટીએસ વાયરલેસ ચાર્જર પણ ફ્રીમાં આપી રહ્યું છે. 

યુપી STFએ કર્મચારીઓને આપ્યો આદેશ, 'ફોનમાંથી આ 52 ચાઈનીઝ એપ તાબડતોબ હટાવો'

પોપ્યુલર પોપ મ્યૂઝિક ગ્રુપ છે BTS
સેમસંગ આ પ્રોડક્ટની સાથે લિમિટેડ એડિશન પોસ્ટર્સ પણ આવી રહ્યું છે. કંપની આ ડિવાઇસની શિપિંગ 29 જૂનથી શરૂ કરી શકે છે અને તેનો ગ્લોબલ સેલ 9 જુલાઈથી શરૂ કરી શકે છે. મહત્વનું છે કે, બીટીએસ કોરિયન પોપ મ્યૂઝિક ગ્રુપ છે અને આ વર્ષની શરૂઆતમાં ગ્રુપની સેમસંપ સાથે ભાગીદારી થઈ છે. નવી ડિવાઇસમાં બીટીએસ થીમ પણ પ્રી-ઇન્સ્ટોલ્ડ આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news