Coca-Cola New Smartphone: દુનિયામાં સોફ્ટ ડ્રિંક્સ માટેની માસ્ટર કંપની કોકા-કોલા ટૂંક સમયમાં પોતાનો એક સ્માર્ટફોન લૉન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીએ આ ફોનને માર્કેટમાં લોન્ચ કરવા માટે Realme સાથે હાથ મિલાવ્યા છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. પ્ત માહિતી આપનાર મુકુલ શર્માએ કોકા-કોલા દ્વારા લાવવામાં આવેલા આ મોબાઈલના રેન્ડર શેર કર્યા છે, જેની પાછળ કંપનીનું સુંદર બ્રાન્ડિંગ દેખાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયલમી અને કોકનું કોલેબોરેશન
ફોનની ઈમેજથી સ્પષ્ટ છે કે આ નવા સ્માર્ટફોનની પાછળ કોકા-કોલા બ્રાન્ડિંગ છે, આ સિવાય કંપનીની થીમ અનુસાર પાછળનો ભાગ સંપૂર્ણપણે લાલ રાખવામાં આવ્યો છે. નવી પ્રોડક્ટના રેન્ડરમાં બે કેમેરા રિંગ્સ દેખાય છે અને વોલ્યુમ બટન સિવાય રાઉન્ડ એજ પણ અહીં દેખાય છે. હાલમાં આ સ્માર્ટફોન વિશે વધુ માહિતી નથી મળી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે.


આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો
આ પણ વાંચો: 
Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત


કયા સ્માર્ટફોન પર આધારિત?
કોકા-કોલા અને રિયલમીનું આ કોલેબોરેશન અને નવા સ્માર્ટફોનની વિશેષતાઓ વિશે હાલમાં કોઈ નક્કર માહિતી જાહેર કરવામાં નથી આવી. 91Mobilesના સમાચાર મુજબ, નવો સ્માર્ટફોન કંપનીના તાજેતરમાં લોન્ચ થયેલા મોબાઇલ Realme 10 4G જેવો દેખાય છે. આ પહેલીવખત નથી કે જ્યારે કોકા-કોલાએ આવો ફોન લૉન્ચ કર્યો હોય, આ પહેલા પણ કંપની ઘણા સ્પેશિયલ એડિશન મોબાઇલ લૉન્ચ કરી ચૂકી છે. નવા સ્માર્ટફોનની તમામ એસેસરીઝથી લઈને તેના પેકેજિંગ અને ઈન્ટરફેસ પણ કોકા-કોલા થીમના હોઈ શકે છે.


આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube