Bill Reduce Device: ગરમી ધીરે ધીરે વધી રહી છે અને આગામી મહિનાઓમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જશે. ઉનાળાની શરૂઆતથી જ લોકોને ગરમી હેરાન પરેશાન કરતી થઈ જાય છે. ગરમીથી બચવા માટે મોટાભાગના ઘર અને ઓફિસમાં અત્યારથી જ એસી અને કુલર શરૂ થઈ જતા હોય છે. એસીની ઠંડકમાં બેસવું ગરમીના દિવસોમાં સારું તો લાગે છે પરંતુ પરસેવો ત્યારે વળી જાય છે જ્યારે એસી ના કારણે ઇલેક્ટ્રિસિટીનું બિલ વધારે આવે છે. પરંતુ આ વખતના ઉનાળામાં જો તમારે એસી ની ઠંડક પણ માનવી હોય અને વીજળીનું બિલ પણ ઓછું કરવું હોય તો તમારા ઘરમાં એક નાનકડું ડિવાઇસ લગાડી દો. આ કામ કરીને તમે તમારા ઇલેક્ટ્રિસિટીના બિલ ને ઘટાડી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Facebook પર કોણ કરે છે તમને સ્ટોક? આ રીતે એક ક્લિક પર લિસ્ટ આવશે સામે


માત્ર 1949 રૂપિયાનો નાનો કેમેરા, ઘરના દરેક ખૂણાનું ધ્યાન રાખશે, અંધારામાં પણ કરે કામ


License માટે RTO ના ધક્કા ખાવાનું બંધ, એક પણ રુપિયો ખર્ચ કર્યા વિના અહીં થશે કામ


333 રૂપિયાનું ડીવાઈસ


જે ડિવાઇસ ની વાત થઈ રહી છે તેને ઇલેક્ટ્રીક સેવર કહેવાય છે. તેનો ઉપયોગ કરવાથી બે લાભ થાય છે એક તો ઇલેક્ટ્રિસિટી નું બિલ ઘટે છે અને બીજું ઇલેક્ટ્રોનિક ડિવાઇસની સેફટી પણ વધી જાય છે. આ ડિવાઇસ સરકારથી માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યું છે અને તે માત્ર 333 રૂપિયામાં amazon પરથી ખરીદી શકાય છે. તેનો ઉપયોગ ઘરમાં કરી શકાય છે. જોકે ઉપયોગ કરવાની રીત પણ અટપટી નથી ખૂબ જ સરળ રીતે તમે તેને ઘરમાં લગાડી શકો છો. તેને લગાડવા માટે એક પાવર સોર્સ ની જરૂર પડે છે. બસ તેમાં આ ડિવાઇસને ઇન્સ્ટોલ કરી દેવાનું છે. જ્યારે તમે તેને ઘરમાં લગાડો છો તો તેની ઉપર લાગેલા ઇન્ડિકેટર ચાલુ થઈ જાય છે જે સંકેત છે કે આ ડિવાઇસ એક્ટિવ થઈ ગયું છે.


શું છે ડિવાઇસની ખાસિયત? 


આ ઈલેક્ટ્રીક સેવર ડીવાઈસનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. ઘરમાં પાવર સોર્સ હોય ત્યાં તેને ઉપલગીન કરી દેવાનું છે અને તે કામ કરવાનું શરૂ કરી દેશે. જો તમે એસીનો વપરાશ વધારે કરો છો અને વીજળીના બિલની ચિંતા સતાવે છે તો આ ડિવાઇસ લગાડ્યા પછી તમારી ચિંતા દૂર થઈ જશે એસીનો વપરાશ કર્યા પછી પણ તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ ઓછું આવશે.