મર્સિડીઝના સૌથી વધુ વેચાતા મોડલના થઈ ગયા આવા હાલ, આટઆટલી ખાસિયતો પણ કામ ન આવી
Cyrus Mistry Death: બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રીના મોતે આપણને સમજાવ્યું કે સીટબેલ્ટ પહેરવો કેટલું જરૂરી છે. આ એક્સિડન્ટે રોડ સેફ્ટીને લઈને અનેક સવાલો કર્યા છે. ત્યારે જે કારમાં તેમનુ અકસ્માત થયું તેના ફીચર્સ જાણી લેજો
Cyrus Mistry Death: Tata sons ના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry) નું રવિવારે એક કાર અકસ્માતમાં નિધન થયું. આજે મુંબઈના વર્લી સ્મશાન ઘાટ ખાતે પારસી રિવાજો મુજબ તેમને અંતિમ વિદાય અપાઈ. 54 વર્ષના બિઝનેસ ટાયકૂનના અકસ્માતે કરોડો લોકોને વિચારમાં મૂકી દીધા છે. અમદાવાદથી મુંબઈ પરત ફરતા સમયે તેમની લક્ઝુરિયસ કાર ટરાઈ હતી. તમને જણાવી દઈએ કે, મર્સિડીઝીની જે કારમાં સાયરસ સવાર હતા, તે દેશની સૌથી વધુ વેચાતી લક્ઝરી બ્રાન્ડનું સૌથી વધુ વેચાતુ મોડલ Mercedes Benz GLC 220 D 4Matic SUV (MH 47 AB 6705) છે. આ કારમાં હાઈક્લાસ સેફ્ટી ફીચર્સ (Safety Features) હતા, છતા આવો અકસ્માત બન્યો. ત્યારે આ કારના સેફ્ટી ફીચર્સ વિશે પણ જાણી લેવું.
5 સ્ટાર સેફ્ટી રેટિંગ
તમને જણાવી દઈએ કે, આ SUV ને EURO NCAP થી 5-સ્ટાર રેટિંગ મળી ચૂક્યું છે. સાથે જ તેનું મોડ્યુલર રિયર આર્કિટેક્ચર પર બન્યું છે. સાયરસ મિસ્ત્રીની સાથે થયેલા અકસ્માતે યુરોપીય ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (EURO NCAP) જેવી કારના સેફ્ટી સ્ટાન્ડર્ડ પર અનેક સવાલો ઉભા કર્યાં છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, કારમાં આટઆટલા સેફ્ટી ફીચર્સ હોવા થતાં કેટલો ખરાબ અકસ્માત થયો.
આ પણ વાંચો : સાધુને આવું ન શોભે : આનંદસાગર સ્વામીના વાણીવિલાસથી સંત સમાજમાં ભભૂક્યો રોષ, રાજકોટમાં ફરિયાદ નોંધાઈ
Mercedes-Benz GLC ના સેફ્ટી ફીચર્સ
- Mercedes-Benz GLC માં 7 એરબેગ મળે છે
- તેમાં રિયર પેસેન્જર માટે કાર્ટન એરબેગ
- ડ્રાઈવર માટે ફ્રન્ટલ એરબેગ
- ફ્રન્ટ પેસેન્જર માટે ફ્રન્ટ એરબેગ ડ્રાઈવરની એરબેગ
- ડ્રાઈવ સાઈડ એરબેગ સામેલ હોય છે
- કારના બીજા હાઈલાઈટ્સમાં ક્રોસવિંડ અસિસ્ટ
- પાર્કિંગ અસિસ્ટ
- એટેન્શન અસિસ્ટ
- એડેપ્ટિવ બ્રેક લાઈટ
- ટાયર-પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ
- હિલ ડિસેંટ કન્ટ્રોલ અને મર્સિડીઝનું પ્રી-સેફ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન સિસ્ટમ
આ પણ વાંચો : દેવાધિદેવ મહાદેવ પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીનારાયણ સંતે માંગી માફી
આ ઉપરાંત અન્ય ફીચર્સની વાત કરી એ તો,1950cc એન્જિનવાળી આ કારમાં ASR/ટ્રેક્શન કન્ટ્રોલ, 360 ડિગ્રી કેમેરા, ઓટો-ડિમિંગ રિયર-વ્યૂ મિરર, ડોર અજર વર્નિંગથી લઈને ISOFIX (ચાઈલ્ડ સીટ માઉન્ટ), સેન્ટ્રલ લોક સિસ્ટમ, સીટ બેલ્ટ રિમાઈન્ડર, Engine Immobilizer, Anti lock braking System (ABS), Blind Spot Detection, EBD (ઈલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન વિતરણ), ESP (ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ), EBA (ઈલેક્ટ્રોનિક બ્રેક અસિસ્ટ), Traction Control System (TC/TCS), હાઈસ્પીડ એલર્ટ સિસ્ટમ, પેસેન્જર સાઈડ સીટ-બેલ્ટ રિમાઈન્ડર, જેવા તમામ બેસ્ટ ફીચર્સ મોજૂદ છે
Mercedes-Benz GLC નું થયુ છે NCAP ક્રેશ ટેસ્ટ
Global NCAP અલગ અલગ કેટેગરી પર ગાડીઓની સેફ્ટીનું ટેસ્ટીંગ કરે છે. તેમાં સૌથી વધુ ધ્યાન સિનિયર સિટીઝન અને બાળકોની સેફ્ટી પર ધ્યાન મૂકાય છે. અકસ્માતમાં સામેલ કાર મોડ્યુલર રિયર આર્કિટેક્ચર પર બની હતી. જે Mercedes-Benz C-class પર બેઝ્ડ છે.
આ પણ વાંચો : ભગવાન શિવ વિશે ટીપ્પણી કરી આનંદસાગર સ્વામી ફસાયા વિવાદમાં, જુઓ વીડિયો વાયરલ
Mercedes-Benz GLC ની કિંમત
Mercedes-Benz GLC ના ડીઝલ વેરિયન્ટની ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં આવનારી આ 5 સીટર કારની કિંમત 67.99 લાખ છે, જે તેનુ ટોપ મોડલ છે, આ કાર 17.6 કિલોમીટરનું માઈલેજ આપે છે.