ભગવાન શિવ વિશે ટીપ્પણી કરી આનંદસાગર સ્વામી ફસાયા વિવાદમાં, જુઓ વીડિયો વાયરલ

વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો છે. જોકે, ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

ભગવાન શિવ વિશે ટીપ્પણી કરી આનંદસાગર સ્વામી ફસાયા વિવાદમાં, જુઓ વીડિયો વાયરલ

ગૌરવ દવે, રાજકોટ: આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ રાજકોટમાં ભારે વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો છે. જોકે, ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

રાજકોટમાં આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. ત્યારે આનંદસાગર સ્વામીનો આ વીડિયો વાયરલ થતા બ્રહ્મસમાજ દ્વારા આ નિવેદન પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિવિધ જિલ્લાઓમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી ઉચ્ચારી છે. સનાતન ધર્મને બદનામ કરવાની અને શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તે પ્રકારની વાત હોવાનું બ્રહ્મસમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.

જુઓ વીડિયો:- 

જાણો વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું...
વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ... એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આપણને સૌને થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news