ભારતમાં આગામી વર્ષ સુધી લોન્ચ થઇ શકે છે 5G સેવાઓ, જાણો 4G કરતાં કેટલી છે ફાસ્ટ
ભારતમાં જલદી જ 5G સેવાઓ શરૂ થઇ શકે છે. આ વર્ષે 5G સર્વિસ શરૂ થકતી હતી પરંતુ હવે કોરોના લીધે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. પહેલાં ભારતમાં 2G અને 3G સેવાઓ ચાલતી હતી, પરંતુ 4Gના આગમન સાથે જ ઇન્ટરનેટની સ્પીડમાં ખૂબ પરિવર્તન જોવા મળ્યું છે.
નવી દિલ્હી: ભારતમાં જલદી જ 5G સેવાઓ શરૂ થઇ શકે છે. આ વર્ષે 5G સર્વિસ શરૂ થકતી હતી પરંતુ હવે કોરોના લીધે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. પહેલાં ભારતમાં 2G અને 3G સેવાઓ ચાલતી હતી, પરંતુ 4Gના આગમન સાથે જ ઇન્ટરનેટની સ્પીડમાં ખૂબ પરિવર્તન જોવા મળ્યું છે. સસ્તા ઇન્ટનેટની શરૂઆત તે દિવસથી થઇ હતી. એક જમાનો હતો જ્યારે આપણે માત્ર 2G નેટવર્કપર નેટનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ 3G એ પોતાની જગ્યા બજારમાં બનાવી અને ત્યારબા 4G એ પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું.
આખરે 5G અને 4G વચ્ચે મોટું અંતર છે, જેના માધ્યમથી આ બંને નેટવર્ક પર એકબીજાથી બિલકુલ અલગ જોવા મળે છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું આખરે 4G અને 5G વચ્ચે શું અંતર છે?
આ તારીખથી શરૂ થઇ શકે છે Google Pixel 5, Pixel 4a 5Gનું પ્રી બુકિંગ
5G આખરે શું છે?
5G ને એક ઇંડસ્ટ્રી સ્ટાડર્ડ તરીકે જોઇ શકાય. જે હાલમાં ચાલી રહેલા 4G LTE સ્ટાડર્ડથી કંઇક અલગ જ છે. જેમકે 3G ની જગ્યાએ 4G એ પોતાનું સ્થાન બનાવી હતી એમ માનવામાં આવી રહ્યું છે કે આ fifth generation ના સ્થાન પર 5G નામથી આવશે. તેનો અર્થ એ છે કે આ સ્ટાડર્ડનું પાંચમું standard છે.
તેને અત્યાર ચાલી રહેલી 4G LTE ટેક્નોલોજી કરતાં પણ ફાસ્ટ ચલાવવામાં તૈયાર કરવામાં આવી છે. જોકે તેને માત્ર સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની સ્પીડને વધારવાને લઇને જોવામાં આવતું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ સાથે જ ફાસ્ટર વારલેટ ઇન્ટરનેટને પણ તમામ જગ્યાએ પહોંચાડી શકાય.
સ્ટાડર્ડ 4G ઓફર લગભગ 14 એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ આપે છે, જોકે આ પહેલાં 3G નેટવર્કની તુલનામાં લગભગ પાંચ ગણી વધારે છે. હકિકતમાં 4G નેટવર્ક 150 એમબીપીએસ સુધી સ્પીડ પહોંચી શકે છે.
ખુબ જ ઓછા ભાવમાં મળે છે Fast Internet, આ છે સસ્તો બ્રોડબેન્ડ પ્લાન
સ્ટાડર્ડ 4G અપલોડ સ્પીડ લગભગ 8 એમબીપીએસ સુધે હોઇ શકે છે, જેમાં સૈદ્ધાંતિક સ્પીડ 50 એમબીપીએસ સુધી પહોંચે છે, જ્યારે 3G લગભગ 0.5 એમબીપીએસ સુધી જ સીમિત રહે છે. તમે 5G ફક્ત 3.6 સેકન્ડમાં, 4G પર 6 મિનિટ વર્સિસ 3G પર 26 કલાકમાં બે કલાકની ફિલ્મ ડાઉનલોડ કરી શકો છો. તેનો અર્થ એ છે કે 5G હાલ 4G ટેક્નોલોજીની તુલનામાં સો ગણું ફાસ્ટ હશે.
ભારતમાં નહી વધે કિંમતો
5G ના ભારતમાં આવતાં પહેલાં માનવામાં આવી રહ્યું છે કે ટેલિકોમ કંપનીઓ પોતાની કિંમતોમાં વધારો કરી દેશે. જોકે એવું માનવું ખોટું છે. મોટાભાગની કંપનીઓ વધુમાં વધુ ગ્રાહકોને આ સેવાનો લાભ આપવા માંગે છે. તેના માટે તે કિંમત ઓછી રાખશે, જેથી લોકો આટલા જ ભાવમાં સેવાનો લાભ લઇ શકે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube