નવી દિલ્હીઃ DTH યૂઝરો માટે એક સારા સમાચાર છે. લીડિંગ ડીટીએચ ઓપરેટર Dish TV પોતાના યૂઝરો માટે 'Dish TV Mega Entertainment Sale' સેલ લઈને આવ્યું છે. સેલમાં કંપની 4 રૂપિયા મહિનાના ભાડા પર એક્ટિવ સર્વિસની ઓફર કરી રહી છે. 28 ઓગસ્ટથી શરૂ થયેલા આ સેલનો આજે છેલ્લો દિવસ છે. આવો ડીટેઇલમાં જાણીએ આ ઓફર વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 રૂપિયાના ભાડામાં જુઓ પોતાની પસંદગીની એક્ટિવ ચેનલ
ડિશ ટીવી મેગા એન્ટરટેઇનમેન્ટ ઓફર હજુ લાઇવ છે. તેમાં કંપની 4 રૂપિયાના મહિનાના ભાડા પર યૂઝરોને કુલ 20 એક્ટિ સર્વિસમાંથી પોતાની પસંદગીની સર્વિસ ચૂંટવાની તક આપી રહી છે. ડિશ ટીવીની એક્ટિવ સર્વિસનો ટાર્ગેટ છે તે યૂઝરને એક્ટિવ કરવાની સાથે તેમની લાઇફ સ્ટાઇલને સારી કરે. 


સામાન્ય દિવસોમાં દરરોજ આપવા પડે છે 5.6 રૂપિયા
આ સર્વિસની સાથે યૂઝર ઘણી નવી સ્કિલ્સને શીખી શકે છે. સામાન્ય રીતે યૂઝરને આ સર્વિસ 5.6 રૂપિયા પ્રતિ દિવસના હિસાબથી મળે છે, પરંતુ આ ખાસ ઓફર હેઠળ તેને 4 રૂપિયાના મહિનાના ભાડા પર ઓફર કરવામાં આવી રહી છે. 


Photos: Creta બાદ હવે Hyundai લાવશે 7 અને 8 સીટર SUV,તસવીરો થઇ લીક


આ રીતે એક્ટિવ કરો પસંદગીની ચેનલ
જો તમને કુકિંગનો શોખ છે તો 4 રૂપિયાના મહિનાના ભાડા પર કુકિંગ એક્ટિવ ચેનલને સબ્સક્રાઇબ કરી શકો છો. જો તમે કોઈ એક્ટિવ ચેનલને સબ્સક્રાઇબ કરાવવા ઈચ્છો છો તો તમારે માત્ર પોતાના રજીસ્ટર કરાયેલા મોબાઇલ નંબરથી 1800-270-0283 પર મિસ્ડકોલ કરવો પડશે. 


કન્ટેન્ટની ક્વોલિટી પણ છે સારી
ડિશ ટીવી પોતાના યૂઝરોને ઘણી અન્ય એક્ટિવ ચેનલ પણ ઓફર કરી રહી છે. આ એક્ટિવ ચેનલનો પ્રયાસ છે કે તે યૂઝરને રસપ્રદ કન્ટેન્ટ દેખાડે. જો તમને મૂવીનો શોખ છે તો તમે મૂવી એક્ટિવને સબ્સક્રાઇબ કરી શકો છો. આ રીતે જો તમે કોમેડી પસંદ કરો છો તો તમારા માટે કોમેડી એક્ટિવનો વિકલ્પ હાજર છે. ડિશ ટીવીની મોટા ભાગની ચેનલ Shemarooથી પાવર્ડ છે અને તેથી તેના કન્ટેન્ટની ક્વોલિટી પણ ખુબ સારી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube